મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ પાસે કાર-બાઈક અકસ્માતમાં હોટલ સંચાલકનું મોત


SHARE

















મોરબીના ઊંચી માંડલ પાસે કાર-બાઈક અકસ્માતમાં હોટલ સંચાલકનું મોત

મોરબી-હળવદ રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ નજીક હોટલ ચલાવતા હોટલ સંચાલક તેઓનું બાઈક લઈને તેમની એક હોટલેથી બીજી હોટેલ તરફ જતા હતા.ત્યારે પૂરપાટ જતી કારના ચાલકે તેઓને હડફેટે લીધા હતા.આ બનાવમાં તેઓને માથા તથા પગના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ ખસેડાતા ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નિપજયુ હતું

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના હળવદ હાઇવે ઉપર આવેલ ઊંચી માંડલ ગામ નજીક ચામુંડા હોટલ નામે હોટલ ચલાવતા પ્રવીણભાઈ નાથાભાઈ કોળી નામના ૫૫ વર્ષના આધેડ ગત તા.૭-૨ ના રાત્રીના ૧૦:૩૦ વાગ્યે તેઓનું મોટરસાયકલ લઈને તેઓની એક હોટલેથી બીજી હોટલ તરફ કામ સબબ જતા હતા ત્યારે હળવદ રોડ ઉપર આવેલ નેક્સન સિરામિક પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં તેઓના બાઈકને કોઈ અજાણી કારના ચાલકે તેમને હડફેટે લેતા પ્રવીણભાઈ કોળીને માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.જેથી સારવાર માટે મોરબી સિવિલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તા.૮-૨ ના વહેલી સવારે દોઢેક વાગ્યાના અરસામાં તેઓનું મોત નીપજ્યું હતું.રાજકોટ ખાતેથી યાદી આવતા હાલ મોરબી તાલુકા પોલીસ મથકના જમાદાર જયસુખભાઈ પટેલ આગળની તપાસ ચલાવી રહ્યા છે.

એસિડ પી જતા સારવારમાં

હળવદ ખાતે રહેતો કેવલસિંગ જેમરાભાઈ વસાવા નામનો ૩૫ વર્ષનો યુવાન તા.૮ ના બપોરના બારેક વાગ્યાના અરસામાં એસિડ પી ગયો હતો જેથી હળવદ ખાતે સારવાર લીધા બાદ તેને વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે હળવદના રેલ્વે સ્ટેશન પાસે કોઈ અજાણ્યા ઈસમે છરી મારી દેતા હુસેનશા ઈસ્માઇલશા ફકીર (ઉંમર ૫૦) રહે.વિરમગામ જી.અમદાવાદને હળવદ ખાતે સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમજ વાંકાનેર નજીક માટેલ રોડ ઉપર આવેલ સીરામીક યુનિટમાં રહી મજૂરી કામ કરતા મુન્નાભાઈ બદીયાભાઇ ડીંડોડ નામનો ૪૦ વર્ષીય યુવાન બાઈકમાં જતો હતો ત્યારે બાઈકમાંથી પડી જતા ઈજા થતાં સારવારમાં લાવવામાં આવ્યો હતો.જેતપર રોડ ઉપર પાવળીયારી કેનાલ નજીક આવેલ કારખાનામાં માટીની ગાડી ઉપર ચડતા સમયે ઉપરથી નીચે પડી જતા સતીશ અલાવે નામના ૨૬ વર્ષીય મજૂર યુવાનને ઇજાઓ થવાથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

બાળકી સારવારમાં

ધાંગધ્રા તાલુકાના મોલડી ગામે ખોડીયાર માતાના મઢની પાછળના ભાગે રહેતા પરિવારની માહી વિપુલભાઈ મેવાડા નામની સાત વર્ષની બાળકી શેરીમાં રમી રહી હતી.ત્યારે કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટ લેતા જમણા હાથના ભાગે ફ્રેકચર જેવી ઇજાઓ સાથે મોરબી સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના જેતપર રોડ પાવળીયારી કેનાલ પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતાં અમરૂદિન રહેમતભાઇ સામતાણી (૩૭) રહે.ખીરઇ અને આસીક ઈકબાલ બાગલ (૧૮) રહે.વીસીપરા મોરબી ને ઈજા થતા તેઓને જેતપર સીએચસી ખાતે સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.પી.જાડેજા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી રહી છે.




Latest News