વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષા યોજાઇ


SHARE

















વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષા યોજાઇ

મોરબીમાં શનાળા રોડે આવેલ ગીતાંજલી વિદ્યાલય ખાતે પ્રિ-SSC પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બોર્ડની પરીક્ષા આપવાના હોય તેવા ૧૧૦ વિદ્યાર્થીરજીસ્ટ્રેશન કરાવ્યુ હતું અને તેમાંથી ૯૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અત્રે ઉલેખનીય છે કે, ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC ૫રીક્ષાનુ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આવ્યા હતા અને બોર્ડની પરિક્ષાની જેમ જ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનો મુખ્ય હેતુ બોર્ડની પરીક્ષા પૂર્વે બાળકોને બોર્ડની પરીક્ષાનો અનુભવ થાય અને તેના મનમાંથી બોર્ડની પરીક્ષાને લઈને જે ડર હોય તે દુર થાય તેવો હતો. ખાસ કરીને પરિક્ષાના પહેલા દિવસે જે મુશકેલીઓ વિદ્યાર્થીઓને પડતી હોય છે તે ન પડે અને સરળતાથી તે પોતાની બેઠક વ્યવસ્થા સુધી પહોચી શકે અને પેપર લખતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાને લેવાની હોય છે તેની પણ માહિતી અને માગદર્શન બાળકોને આપવામાં આવ્યું હતું અને આવી જ રીતે આગામી દિવસોમાં ધો. ૬ થી ૮ અને ૧૧ આર્ટસ તેમજ કોમર્સની સ્કોલરશીપ પરીક્ષા યોજવામા આવશે. જેના માટેની વધુ વિગત માટે મો. ૭૦૧૬૨૭૮૯૦૭ અથવા ૮૪૦૧૪૬૦૬૪૧ ઉપર સંપર્ક કરવા માટે શાળાના સંચાલકોએ જણાવ્યુ છે.




Latest News