મોરબી જિલ્લામાં શ્રમયોગીઓને મતદાનના દિવસે મતદાન કરવા માટે રજા આપવાની સુચના જાહેર કરાઈ મોરબી જિલ્લા આરટીઓ કચેરી અને આસપાસના વિસ્તારમાં એજન્ટ-બિનઅધિકૃત ઈસમોની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો ભુજ-કચ્છ લોકસભા પરિવાર તરફથી ગાંધીધામ સ્થાપના દિને ભવ્ય રમતોત્સવ મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ યોજાઇ મોરબીના ત્રણ સિરામિક કારખાનામાં પેટકોક વપરાતું હોય ક્લોઝર નોટિસ ફટકારી વીજ કનેક્શન કટ કર્યા: જીપીસીબી મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં માવતરના ઘરે રિસામણે બેઠેલ પત્નીને પાછી મૂકી જવા સાળાને બનેવીએ આપી ફોન ઉપર ધમકી


SHARE













મોરબીમાં માવતરના ઘરે રિસામણે બેઠેલ પત્નીને પાછી મૂકી જવા સાળાને બનેવીએ આપી ફોન ઉપર ધમકી

મોરબીમાં રહેતા યુવાનની બહેનના લગ્ન તેના સાળા સાથે થયા હતા અને તેની બહેનને યેનકેન પ્રકારે હેરાન કરીને માર મારવામાં આવતો હતો જેથી તે પિયર આવી ગયેલ છે અને તેના પતિ સહિતના સાસરા વાળાઓની સામે ફરિયાદ નોંધાવી છે જે બાબતનો ખા રાખીને યુવાનની પત્નીમાં તેના તેના સાળાએ ફોન કર્યો હતો અને ત્યારબાદ રીસામણે બેઠેલ બહેનના પતિએ યુવાન સાથે ફોન ઉપર વાત કરી હતી અને તેની ત્રણ દીકરીઓને કશું થશે તો તેને સળગાવી નાખશે તેવી ફોન ઉપર ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને હાલમાં તેના બે સાળાઓની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આઈ.ટી.આઈ. પાસે પાવર હાઉસની પાછળના ભાગમાં રહેતા ભરતભાઈ રાજસીભાઈ માલદેવ (36) એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાણાભાઇ લાભુભાઈ ચારણ અને ભગીરથભાઈ લાભુભાઈ ચારણ રહે.બંને દેવલિયા ગામ પંધાના જિલ્લો ખંડવા મધ્યપ્રદેશની સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં તેને જણાવ્યું છે કે તેઓની નાની બહેન દેવલબેનના લગ્ન પાંચેક વર્ષ પહેલા તેમના સાળા રાણાભાઇ લાભુભાઈ ચારણ સાથે થયા હતા અને તેઓને સંતાનમાં ત્રણ દીકરીઓ છે જોકે દેવલબેનના સાસરાવાળા તેણીને અવારનવાર યેનકેન પ્રકારે હેરાન કરીને મારતા હતા જેથી કરીને દેવલબેને પંધાના પોલીસ સ્ટેશન ખાતે તેના સાસરા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે અને બે મહિનાથી તે પોતાની ત્રણ દીકરીઓને સાથે લઈને પિયર આવી ગયેલ છે.

દરમિયાન યુવાનના પત્ની ધાકુબાઈએ યુવાનના મોબાઈલ ફોનમાંથી તેના ભાઈ નારુભાઈ લાભુભાઈ ચારણને ફોન કર્યો હતો અને ત્યારબાદ ધાકુબાઈ તેના ભાઈ સાથે વાત કરતી હતી અને ત્યારબાદ તેના ભાઈ અને ફરિયાદીના બનેવી રાણાભાઇ તેની સાથે વાત કરવા માંગે છે તેવું કહીને ફરિયાદી યુવાનને તેની પત્નીએ ફોન આપ્યો હતો ત્યારે રાણાભાઇએ “તારી બહેન આયા મૂકી જા અને મારા બાળકોને કાંઈ થશે તો જવાબદારી તારી રહેશે” તેવું કહ્યું હતું જેથી કરીને ફરિયાદીએ “તો તમારે મારી બહેનને માર મારવો ન હતો” એવો જવાબ આપ્યો હતો જેથી ઉશ્કેરાઈ ગયેલા રાણાભાઇએ ફોન ઉપર કહ્યું હતું કે “જો મારી દીકરીઓને કાંઈ થશે તો તને સળગાવી નાખીશ” અને ગાળો આપી હતી ત્યારબાદ રાણાભાઇના ભાઈ ભગીરથભાઈ ચારણએ ફોનમાં વાત કરીને “તું મારી બહેન ધાકુબાઈને અહીંયા મૂકી જા નક્કર તને મારી નાખીશ એવી ધમકી આપી હતી. જેથી યુવાને હાલમાં તેના બનેવી સહિત બે વ્યક્તિઓની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

ધાંગધ્રા તાલુકાના સોલડી ગામના ગેટ પાસેથી બાઈક પસાર થતું હતું ત્યારે બાઈક આડે કૂતરું ઉતરતા બાઈક ઉપર જઈ રહેલ કાના નિલેશભાઈ મેવાડા (5) નામનો બાળક નીચે પડી ગયો હતો જેથી તેને ફેકચર જેવી ઈજા થઈ હતી માટે તે બાળકને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. આવી જ રીતે ધાંગધ્રા તાલુકાના મોલડી ગામે ખોડીયાર માતા મંદિરની પાછળના ભાગમાં રહેતા વિપુલભાઈ મેવાડાની સાત વર્ષની દીકરી માહી ઘરમાંથી બહાર નીકળતી હતી ત્યારે કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેને ટક્કર મારતા બાળકીને હાથમાં ફેક્ચર જેવી ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બંને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News