મોરબી જિલ્લામાં શ્રમયોગીઓને મતદાનના દિવસે મતદાન કરવા માટે રજા આપવાની સુચના જાહેર કરાઈ મોરબી જિલ્લા આરટીઓ કચેરી અને આસપાસના વિસ્તારમાં એજન્ટ-બિનઅધિકૃત ઈસમોની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો ભુજ-કચ્છ લોકસભા પરિવાર તરફથી ગાંધીધામ સ્થાપના દિને ભવ્ય રમતોત્સવ મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ યોજાઇ મોરબીના ત્રણ સિરામિક કારખાનામાં પેટકોક વપરાતું હોય ક્લોઝર નોટિસ ફટકારી વીજ કનેક્શન કટ કર્યા: જીપીસીબી મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામે શેરીમાં બાઇક ચલાવવા બાબતે બોલાચાલી કરીને બે વ્યક્તિને છરીના ઘા ઝીકયા


SHARE













હળવદના ટીકર ગામે શેરીમાં બાઇક ચલાવવા બાબતે બોલાચાલી કરીને બે વ્યક્તિને છરીના ઘા ઝીકયા: ચાર શખ્સ સામે ગુનો નોંધાયો

હળવદના ટીકર ગામે શેરીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદેલ હોય ત્યાંથી બાઇક લઈને નીકળેલા શખ્સને ત્યાં બાઇક ન ચલાવવા માટે કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા બોલાચાલી કરી હતી અને ત્યારબાદ આરોપીઓને સમજાવવા માટે ગયા હતા ત્યારે આધેડ સહિતનાઓની ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે બે વ્યક્તિઓને છરીના એક એક ઘા મારવામાં આવ્યા હતા તેમજ લાકડી વડે ફરિયાદી સહિતનાઓને માર માર્યો હતો અને માથામાં ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા આધેડ દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા અકબરભાઈ ઉર્ફે હકાભાઇ હાસમભાઈ ભટ્ટી (53)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાલમામદભાઇ કાસમભાઇ રાજા, રસુલભાઇ કાસમભાઇ રાજા, રમજાનભાઇ દાદમહમદભાઇ અને મુસ્તાકભાઇ લાલમામદભાઇ રાજા હે. બધા ટીકર વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છેકે, ફરિયાદીના ઘર પાસે પાણીની લાઈન ખોદેલ હોય લાલમામદભાઇનો દીકરો ત્યાંથી બાઈક લઈને નીકળતા રૂકશાનાબેને ત્યાંથી બાઈક નહીં ચલાવવા માટે કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા તેણે બોલાચાલી કરી હતી અને આ બાબતે ફરિયાદી તથા તેના ભાઈ જુસબભાઈ, હબીબભાઈ તથા ફરિયાદીનો દીકરો રમજાનભાઈ અને સબીરભાઈ આરોપીઓને સમજાવવા માટે ગયા હતા ત્યારે આરોપીઓને સારું નહીં લાગતા તેણે ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી અને ઉશ્કેરાઈ જઈને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારે લાલમામદભાઇ રાજાએ સબીરભાઈને તથા રસુલભાઈ રાજાએ રમજાનભાઈને છરીનો એક એક ઘા માર્યો હતો અને બાકીના બે આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને લાકડી વડે આડેધડ માર માર્યો હતો અને માથામાં ઇજાઓ કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ આધેડ સહિતના તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મહિલાને માર માર્યો

મોરબીમાં ઉમા ટાઉનશિપ પાસે આવેલ ભીમસર વિસ્તારમાં રહેતા સોનલબેન રાજુભાઈ ઝાલા (34) નામની મહિલાને તેના ભત્રીજા નીતિન હકાભાઇએ લાકડીથી માર માર્યો હતો જેથી ઈજા પામેલ હાલતમાં તે મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી છે

યુવાનને માર માર્યો

મોરબી ઘૂટું રોડ ઉપર આવેલ મેટ્રો પોલો સામે શત્રુઘ્નપ્રસાદ (24) નામના યુવાનને કેરોનાઈટ કંપનીમાં કામ કરતા મજૂરોએ મસ્તીમાં લડાઈ કરતા હોય ત્યાં લોકોને બચાવવા માટે ગયો હતો ત્યારે શત્રુઘ્નને માર માર્યો હતો જેથી ઈજા પામેલા હાલતમાં યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસની જાણ કરવામાં આવી છે






Latest News