હળવદના ટીકર ગામે શેરીમાં બાઇક ચલાવવા બાબતે બોલાચાલી કરીને બે વ્યક્તિને છરીના ઘા ઝીકયા
મોરબીમાં વ્યાજના વધુ 7 લાખ પડાવવા માટે કારખાનેદાર યુવાનનું વ્યાજખોરો દ્વારા કારમાં અપહરણ: છરી-ધારિયા વડે મારમાર્યો, પાંચ સામે ફરિયાદ
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1739253835.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીમાં વ્યાજના વધુ 7 લાખ પડાવવા માટે કારખાનેદાર યુવાનનું વ્યાજખોરો દ્વારા કારમાં અપહરણ: છરી-ધારિયા વડે મારમાર્યો, પાંચ સામે ફરિયાદ
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગરની સામેના ભાગમાં ઉમિયાજી સોસાયટીમાં આવેલા સ્વર્ણભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા કારખાનેદાર યુવાને 21 ટકા માસિક વ્યાજ લેખે 3 લાખ રૂપિયા 6 મહિના પહેલા લીધા હતા અને વ્યાજ સહિતની તમામ રકમ પરત આપી દીધી હતી તેમ છતાં પણ તેની પાસેથી વધુ સાત લાખ રૂપિયા પડાવવા માટે યુવાનને પંચાસર રોડ ઉપર આવેલ પાનની દુકાને બોલાવવામાં આવ્યો હતો અને ત્યાં પાંચ શખ્સો દ્વારા તેનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ છરી, ધારિયા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે તેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર સોસાયટીની સામેના ભાગમાં ઉમિયાજી સોસાયટીમાં આવેલા સ્વર્ણભૂમિ એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા વિશાલભાઈ હસમુખભાઈ ગાંભવા (31)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આશિષભાઈ આદ્રોજા રહે. રવાપર રોડ મોરબી, આશિષભાઈ સંઘાણી રહે. રવાપર રોડ મોરબી, જીગ્નેશભાઈ કૈલા રહે. પંચાસર રોડ મોરબી, ચિરાગભાઈ પટેલ રહે. મોરબી તથા એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના મુનનગર ચોક પાસે સોમનાથ એન્ટરપ્રાઇઝ નામનું તેનું કારખાનું આવેલ છે અને ગઈકાલે સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં તે પોતાના કારખાને હતો ત્યારે આશિષ સંઘાણીએ તેના મોબાઇલમાંથી ફરિયાદી યુવાનને ફોન કરીને તેને પટેલ પાનના ગલ્લા પાસે બોલાવ્યો હતો જેથી કરીને યુવાન તેનું એક્ટિવા લઈને ત્યાં ગયો હતો ત્યારે કાર નંબર જીજે 36 એએલ 1237 ત્યાં ઉભેલ હતી તેમાંથી આશિષ સંઘાણી સહિતના તેમાંથી નીચે આવ્યા હતા અને ફરિયાદી યુવાનનો કાંઠલો પકડીને તેને ગાડીમાં બેસાડવા ધક્કો માર્યો હતો જેથી દેકારો થતાં ચિરાગે ફરિયાદીને મોઢા અને છાતીના ભાગે માર માર્યો હતો અને ફરિયાદીને ગાડીમાં બેસાડીને તેનું અપહરણ કરીને જુદીજુદી જગ્યાએ લઈ ગયા હતા
આ યુવાને આશિષ પાસેથી છ મહિના પહેલા ત્રણ લાખ રૂપિયા 21 ટકાના વ્યાજે ધંધા માટે લીધેલ હતા જેની સામે વ્યાજ સહિતની રકમ તેને પરત આપી દીધેલ છે તો પણ તેની પાસેથી વધારાના 7 લાખ પડાવવા માટે યુવાનનું અપહરણ કરીને તેને લઈ ગયા હતા અને ત્યાર બાદ તેના ભાઈ અને પિતાને “અહીં પૈસા લઈને આવી જાય” તેવો ફોન પણ કરાવ્યો હતો હતો અને જો પૈસા નહીં આવે તો તને જવા દેવામાં આવશે નહીં તેવી ધમકી આપી હતી. આટલું જ નહીં ચિરાગે ફરિયાદી યુવાનને કામરે બાંધેલા પાટા વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યાર બાદ યુવાનને ગાડીમાં બેસાડીને છરી વડે એક ઘા મારીને ઇજા કરી હતી અને બાદમાં ફરિયાદીને એસપી રોડ નજીક આવેલ કપચીના ભરડીયા વાળા રોડ ઉપર લઈ ગયા હતા અને ત્યાં તેને માર માર્યો હતો ત્યારબાદ આ પાંચેય શખ્સો મોરબીના જુના બસ સ્ટેશન પાસે રાત્રિના સમયે ચા નાસ્તો કરવા માટે ઉભા રહ્યા હતા ત્યારે ફરિયાદી તેની ગાડીનો દરવાજો ખોલીને ત્યાંથી ભાગી ગયો હતો.
હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણે આશિષ પાસેથી ધંધા માટે રૂપિયા ત્રણ લાખ રૂપિયા માસિક 21 ટકા વ્યાજ લેખે લીધેલ હતા અને ત્રણ લાખના દર મહિને આશિષને વ્યાજના 63,000 રોકડા આપેલ હતા અને ત્રણ લાખની સામે વ્યાજના સાડા ત્રણ લાખ આપેલ છે તેમ છતાં પણ તેની પાસેથી 7 લાખની માંગણી કરી બળજબરીથી રૂપિયા કઢાવી લેવા માટે થઈને યુવાનને પંચાસર રોડ ઉપર પાનની દુકાને બોલાવીને કારમાં અપહરણ કર્યું હતું અને તેને છરી તેમજ ધારિયા વડે માર માર્યો હતો જેથી યુવાનને સારવાર લઈને હાલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)