મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા સુવર્ણ પ્રાશન સંસ્કાર કેમ્પ યોજાયો મોરબી જિલ્લામાં ૨૧ ઓક્ટોમ્બરે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસરિયા ગામે હનુમાનજીના મંદિરમાંથી મુકુટ-ચાંદીની માળાની ચોરી


SHARE











વાંકાનેરના લુણસરિયા ગામે હનુમાનજીના મંદિરમાંથી મુકુટ-ચાંદીની માળાની ચોરી

વાંકાનેર નજીક આવેલ લૂણસરીયા ગામે હનુમાનજી મંદિરમાં રાત્રિના સમયગાળા દરમિયાન મંદિરમાં હનુમાનજીની મૂર્તિ ઉપર રાખવામાં આવેલ મુકૂટ તથા ચાંદીની માળાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને આ બનાવની ગામના સરપંચ દ્વારા વાંકાનેર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના થઈ જવા માટે રવાના થયેલ છે અને વારંવાર મંદિરને તસ્કર દ્વારા નિશાન બનાવવામાં આવતું હોય ગામના લોકોમાં રોષની લાગણી છે તથા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

સામાન્ય રીતે શિયાળા દરમિયાન ચોરીની ઘટનાઓ બનતી હોય છે અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠતી હોય છે તેમ છતાં પણ તસ્કરો દ્વારા જુદા જુદા વિસ્તારની અંદર ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવે છે તેવી જ રીતે વાંકાનેર નજીક આવેલ લુણસરિયા ગામે હનુમાનજી મંદિરમાં ગતરાત્રિના બેથી અઢી વાગ્યાના અરસા દરમિયાન મોઢા ઉપર બુકાની બાંધેલ એક તસ્કર પ્રવેશ કરે છે અને ત્યારબાદ હનુમાનજીની મૂર્તિ ઉપર રાખવામાં આવેલ મુકૂટ તથા ચાંદીની માળાની ચોરી કરે છે અને આ શખ્સ મંદિરમાં આવતો હોય અને આભૂષણ લઈને ભાગતો હોય તે પ્રકારનું સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે જેથી આ ઘટના અંગેની જાણ ગામના સરપંચ દ્વારા વાંકાનેર પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની જધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને ઉલ્લેખનીય છે કે, ગત સાતમા મહિનામાં આ જ મંદિરની અંદર તસ્કર દ્વારા ચોરી કરવામાં આવી હતી અને ત્યારે પણ ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે, તસ્કર પકડાયેલ નથી અને વધુ એક વખત આ જ મંદિરમાં ચોરીની ઘટના બની છે જેથી કરીને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.




Latest News