મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો
SHARE
વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો
વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારની અંદર રહેતા યુવાને પરણીતા સાથે પ્રેમ લગ્ન કરેલા હોય તે બાબતનો ખાર રાખીને પ્રેમ લગ્ન કરનાર યુવાનના ભાઈ અને ભાભી ઉપર પરણીતાના ભાણેજ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ઢીકાપાટુ, પટ્ટા અને લાકડી વડે મારમારીને ઇજાઓ કરી હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં દંપતિને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નં-2 માં રહેતા શાહીનાબેન વસીમભાઈ અમરેલીયા (41)એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અલ્ફેઝ અલીમામદ માણેકિયા, મેહુલ ઠાકોર અને અજાણ્યો માણસ એમ કુલ મળીને 3 શખ્સની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના દિયરએ અલ્ફેઝ માણેકિયાના મામી સાથે પ્રેમ લગ્ન કરેલા છે જે બાબતનો ખાર રાખીને આરોપી અફઝલે ફરિયાદીના પતિને લાકડી વડે માથાના ભાગે માર માર્યો હતો જ્યારે મેહુલ ઠાકોરે પટ્ટા વડે ફરિયાદી તથા સાહેદને માર માર્યો હતો અને ઇજા કરી હતી અને ત્રણે આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઈજા પામેલ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ આ બનાવ સંદર્ભે મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.