મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને જાહેરમાં ગંદકી બદલ ૨૮ હજારથી વધુનો દંડ વસુલ કરાયો


SHARE









મોરબી મહાપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને જાહેરમાં ગંદકી બદલ ૨૮ હજારથી વધુનો દંડ વસુલ કરાયો
 
મોરબી મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ મોરબી શહેરમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વપરાશકર્તાઓ તથા ગંદકી કરતાં આસામીઓ સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કુલ ૪ આસામી પાસેથી ૧૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું અને તેઓ પાસેથી ૧૦૨૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમજ જાહેર સ્થળો પર ગંદકી ફેલાવતા ૨૮ આસામી પાસેથી ૧૭૩૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમ ડેપ્યુટી કમિશ્નર (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




Latest News