વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર-હડમતીયા વચ્ચે ત્રિપાલ સવારી બાઇક લોખંડના બોર્ડ સાથે અથડાતાં એક યુવાનનું મોત: બે વ્યક્તિને ઇજા


SHARE











ટંકારાના સજનપર-હડમતીયા વચ્ચે ત્રિપાલ સવારી બાઇક લોખંડના બોર્ડ સાથે અથડાતાં એક યુવાનનું મોત: બે વ્યક્તિને ઇજા

ટંકારાના સજનપર ગામથી હડમતીયા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી ત્રીપલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે વળાંકમાં રોડ સાઇડની કપચીમાં બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી લોખંડના બોર્ડ સાથે બાઈક અથડાતા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈને આવ્યા હતા જો કે, યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના નવા અમરાપર ગામે શીતળા માતાની ધાર પાસે ગુલાબભાઈ બાદીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રમેશભાઈ ધુલિયાભાઈ બામણીયા (19) નામના યુવાનને અકસ્માતના બનાવમાં માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની ટંકારાની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ મૃતક યુવાન રમેશભાઈ બામણીયા પોતાના હવાલા વાળા બાઈક નંબર જીજે 10 એએસ 9123 ને ત્રિપલ સવારીમાં લઈને નીકળ્યો હતો અને સજનપર ગામથી હડમતીયા તરફ જવાના રસ્તા ઉપર કેનાલથી આગળના ભાગમાં વળાંક નહીં વળતા રોડ સાઈડની કપચીના કારણે બાઇક સ્લીપ થઈ ગયું હતું અને લોખંડના બોર્ડ સાથે અથડાયું હતું જેથી યુવાન સહિતના ત્રણેય વ્યક્તિઓ નીચે પડતા તેઓને ઇજાઓ થઈ હતી અને ઇજાગ્રસ્ત હાલતમાં ત્રણેયને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જોકે, રમેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવની ટંકારા પોલીસે નોંધ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News