કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી ખેલ મહાકુંભ-૨૦૨૬: મોરબી જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાની સ્પર્ધાઓનું આયોજન; ૩૯ રમતોમાં ૭ વયજૂથના રમતવીરો બતાવશે કૌવત મોરબીની મેડિકલ કોલેજમાં વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી, વન્યપ્રાણીઓનું મહત્ત્વ, જીવનચક્ર અને સંરક્ષણ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન અપાયું વાંકાનેરના ખાનપરમાં યુવક ત્યકતાને ભગાડી જતા ખૂની ખેલ ખેલાયો : વૃદ્ધની હત્યા મોરબીના તળાવિયા સનાળા ગામ પાસે આવાવરૂ જગ્યામાંથી 2856 બોટલ દારૂ ભરેલ બોલેરો ગાડી ઝડપાઈ, આરોપીની શોધખોળ મોરબીના અદેપર નજીક બે ભાઇઓ ઉપર હુમલો : એકને રાજકોટ ખસેડાયો મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા હાલરડા સ્પર્ધા યોજાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના ખાનપરમાં યુવક ત્યકતાને ભગાડી જતા ખૂની ખેલ ખેલાયો : વૃદ્ધની હત્યા


SHARE











વાંકાનેરના ખાનપરમાં યુવક ત્યકતાને ભગાડી જતા ખૂની ખેલ ખેલાયો : વૃદ્ધની હત્યા

મૃતક 65 વર્ષીય સગરામભાઇ સરવૈયાને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા પરંતુ ટૂંકી સારવારમાં દમ તોડી દીધો હતો, મૃતકની પૌત્રીને ગામમાં જ રહેતો કિશન મકવાણા ભગાડી ગયો હોય, બંને પરિવારના લોકો વાતચીત માટે ભેગા થયા હતા ત્યારે બનાવ બન્યો, વાંકાનેર તાલુકા પોલીસે 8 આરોપી સામે નામજોગ ગુનો દાખલ કર્યો : આરોપીઓની શોધખોળ

વાંકાનેરના ખાનપરમાં યુવક ત્યકતાને ભગાડી જતા ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં લાકડી ધોકાના ઘા ફટકારી વૃદ્ધની હત્યા કરાઈ હતી. મૃતક 65 વર્ષીય સગરામભાઇ સરવૈયાને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા પરંતુ ટૂંકી સારવારમાં દમ તોડી દીધો હતો. મૃતકની પૌત્રીને ગામમાં જ રહેતો કિશન મકવાણા ભગાડી ગયો હોય, બંને પરિવારના લોકો વાતચીત માટે ભેગા થયા હતા ત્યારે બનાવ બન્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસે 8 આરોપી સામે નામજોગ ગુનો દાખલ કર્યો હતો અને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

વાંકાનેર તાલુકા પોલીસે બીએનએસની કલમ 103(1), 115(2), 189(2), 190, 191(2), 191(3), 352 અને જી.પી. એક્ટ 135 મુજબ કુલ 8 આરોપીઓ સામે નામજોગ ગુનો દાખલ કર્યો છે. જેમાં આરોપી (1) દેવાભાઇ ઉકાભાઇ મકવાણા, (2) કિરણભાઇ દેવાભાઇ મકવાણા, (3) વિપુલભાઇ દેવાભાઇ મકવાણા, (4) રાજુભાઇ છનાભાઇ મકવાણા, (5) મનસુખભાઇ છનાભાઇ મકવાણા, (6) ભરતભાઇ મનસુખભાઇ મકવાણા, (7) વિરમભાઇ મનસુખભાઇ મકવાણા, (8) જેમાભાઇ સોમાભાઇ મકવાણા (રહે. તમામ ખાનપર ગામ, તા.વાંકાનેર, જિ. મોરબી)નો સમાવેશ થાય છે.

ફરિયાદમાં હેમુભાઇ સગરામભાઇ સરવૈયા (ઉંમર વર્ષ 35, રહે. ખાનપર તા.વાંકાનેર)એ જણાવ્યું કે, હું ખાનપર ગામે મારા પરિવાર સાથે રહું છું. મારે ખાનપર ગામમા આઇ શ્રી ખોડીયાર નામથી પાન-માવાની દુકાન છે. મારે સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. મારા પિતા સગરામભાઈ સામતભાઈ સરવૈયા હાલ નિવૃત્ત જીવન જીવતા હતા.

મારા માતા હિરૂબેન ઘરકામ કરે છે. અમે બે ભાઈ અને એક બહેન છીએ. જેમાં સૌથી મોટાભાઈ સુરેશભાઈ છે. સુરેશભાઈના પત્નીનું નામ ચેતનબેન છે. જેમને સંતાનમાં ત્રણ દિકરીઓ તથા એક દિકરો છે. જેમાં સૌથી મોટી દિકરી નામે હેતલ (ઉંમર વર્ષ 20)ના લગ્ન આજથી સાતેક માસ પહેલા થાન તાલુકાના ખાખરાથર ગામના યશપાલ જયંતીભાઈ રોજાસરા સાથે કરેલ હતા. જે લગ્ન આજથી બે એક મહિના પહેલા છુટુ કરી નાખેલ. હેતલ હાલ ખાનપર તેના માતા પિતા સાથે રહેતી હતી. મારા મોટાભાઈ સુરેશભાઈ તેના પરિવાર અને મારા માતા પિતા સાથે રહે છે.

ગઇ કાલ તા.7/10/2026 ના રોજ સવારના છ વાગ્યાં આસપાસ સુરેશભાઈની દિકરી હેતલ ઘરે હાજર ન હોય અને તપાસ કરતા મળેલ નહીં. જેથી મારા મોટાભાઈ સુરેશભાઈએ મને જાણ કરતા અમો બધા તેની તપાસ કરતા હતા. મારી ભત્રીજી હેતલને અમારા ગામના કિશન દેવાભાઇ મકવાણા સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ અમને ચારેક મહિના પહેલા થઈ હતી. જે તે વખતે આ કારણે જ હેતલના લગ્ન છુટા કરી નાખેલ હતા.

જેથી મારી ભત્રીજી હેતલને આ કિશન મકવાણા ભગાડી લઈ ગયેલ હોવાનુ અમોને જાણવા મળેલ હતું. અમો બધા કિશનના ઘરે બે થી ત્રણ વખત તપાસ કરવા ગયેલ પરંતુ તેના ઘરે કોઈ હાજર મળેલ નહીં. સવારના દશેક વાગ્યે આ કિશનના પિતા દેવાભાઇ મકવાણા રસ્તામાં મળેલ અમોએ તેમને પુછતા તેણે કોઇ જવાબ આપેલ નહીં. જેથી રાત્રીના દશેક વાગ્યે હું તથા મારા પિતા સગરામભાઇ તથા મારા મોટાભાઈ સુરેશભાઈ તથા મારા મોટા બાપુના દિકરા ગોરધનભાઈ પોપટભાઈ સરવૈયા તથા જેસાભાઈ પ્રેમજીભાઈ સરવૈયા તથા મેઘાભાઇ પ્રેમજીભાઈ સરવૈયા તથા મારા ફુઈના દિકરા રઘાભાઈ ઘનાભાઈ ડાભી (રહે. સરધારકા તા.વાંકાનેર) એમ બધા આ કિશનના ઘરે મારી ભત્રીજી હેતલ બાબતે પુછપરછ કરવા ગયેલ હતા.

કિશનના ઘરે તેના પિતા દેવાભાઈ ઉકાભાઈ મકવાણા, કિરણભાઈ દેવાભાઈ મકવાણા, વિપુલભાઈ દેવાભાઈ મકવાણા, રાજુભાઇ છનાભાઈ મકવાણા, મનસુખભાઇ છનાભાઈ મકવાણા, ભરતભાઈ મનસુખભાઈ મકવાણા, વિરમભાઈ મનસુખભાઈ મકવાણા, જેમાભાઇ સોમાભાઇ મકવાણા (રહે.બધા ખાનપર, તા.વાંકાનેર) એ રીતેના બધા હાજર હતા અને અમોએ મારી ભત્રીજી હેતલ કયા છે.

તે બાબતે પુછતા આ લોકોને સારૂ લાગેલ નહીં અમારી સાથે બોલાચાલી કરી જેમ ફાવે તેમ ગાળો આપી ઝઘડો કરવા લાગેલ અને આ તમામ માણસો તેના ઘરમાં આજુબાજુમાં પડેલ લાકડી ધોકા લઇ અમોને માર મારવા લાગેલ હતા. જે પૈકી દેવાભાઈ મકવાણાએ લાકડીનો એક ઘા મારા પિતા સગરામભાઈને માથામા પાછળના ભાગે મારતા તેઓ નીચે પડી ગયેલ.

રાજુ છનાએ મને માથાના ભાગે લાકડીથી માર મારતા માથામાંથી લોહી નિકળવા લાગેલ અને મારા ફુઇના દિકરા રઘાભાઇ અમને છોડાવવા વચ્ચે પડતા દેવાભાઈ મકવાણાએ તેના હાથમાં પહેરેલ કડાથી માથાના ભાગે માર મારતા તેને પણ માથામાંથી લોહી નિકળવા લાગેલ અને કિરણ દેવાભાઇ તથા વિપુલ દેવાભાઇ તથા મનસુખ ઉકાભાઇ તથા ભરત મનસુખભાઇ તથા વિરમ મનસુખભાઈ તથા જેમાભાઈ સોમાભાઈ બધા લાકડી, ધોકાઓ લઇ આવેલ અને અમોને ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને તેવામા અરજણભાઈ બેચરભાઈ સરવૈયા આવેલ અને અમોને ઝઘડો કરતા નોખા પાડેલ હતા. 

મારા પિતા સગરામભાઇને માથાના ભાગે ઇજા થતા બેભાન જેવા થઈ ગયા હતા. કાંઇ બોલાતા ચાલતા નહોય, મને, રઘાભાઈ તથા ગોરધનભાઇ, એ રીતે પણ બધાને મૂંઢ ઇજા હોય અમે બધા વાંકાનેર સરકારી દવાખાને ગયેલા.જ્યાં મારા પિતાને માથાના ભાગે વધુ ઇજા થયેલ હોય, તેમને 108 માં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડેલ. અહીં ટૂંકી સારવારમાં જ મારા પિતાનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવના પગલે વાંકાનેર તાલુકા પોલીસના પીઆઇ બી.વી.પટેલ સહિતના દોડી ગયા હતા. ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા તજવીજ કરી હતી. સામાપક્ષે પણ એક બે વ્યક્તિને સામાન્ય ઇજા થઈ હતી. બનાવથી મૃતકના પરિવારજનો રાજકોટ સિવિલ ખાતે એકત્ર થયા હતા. પરિવારમાં ગમગીની છવાઈ હતી




Latest News