હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો
વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ
SHARE
વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ
વાંકાનેરના ખાનપર ગામે રહેતા પરિવારની દીકરીને એક શખ્સ ભગડી ગયો હતો જેથી દીકરીના દાદા સહિતના લોકો જે શખ્સ દીકરીને ભગાડી ગયો હતો તેના ઘરે પૂછપરછ કરવા માટે ગયા હતા ત્યારે દીકરીને ભગાડી ગયેલા યુવાનના પિતા સહિતના 8 શખ્સોએ લાકડાના ધોકા જેવા હથિયારથી હુમલો કર્યો હતી જેમાં દીકરીના દાદાને ગંભીર ઈજા થઈ હતી જેથી તેનું સારવારમાં મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દીકરાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાની 8 શખ્સો સામે ફરિયાદ કરી હતી જે આરોપીઓની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
વાંકાનેરના ખાનપર ગામે રહેતા હેમુભાઈ સગરામભાઈ સરવૈયા (35)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ દેવાભાઈ ઉકાભાઈ મકવાણા, કિરણભાઈ દેવાભાઈ મકવાણા, વિપુલભાઈ દેવાભાઈ મકવાણા, રાજુભાઈ છનાભાઇ મકવાણા, મનસુખભાઈ છનાભાઇ મકવાણા, ભરતભાઈ મનસુખભાઈ મકવાણા, વિરમભાઇ મનસુખભાઈ મકવાણા અને જેમાભાઇ સોમાભાઈ મકવાણા રહે બધા ખાનપર વાળાની સામે હત્યાની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, ગત તા. 7 ના રોજ તેઓના મોટાભાઈ સુરેશભાઈની દીકરી હેતલ ઘરેથી નીકળી ગયેલ હતી અને આરોપી દેવાભાઈ મકવાણાના દીકરા કિશન સાથે ગયેલ હોવાનું તેઓને જાણવા મળ્યું હતું જેથી ફરિયાદી તેમજ પિતા સગરામભાઈ સામતભાઈ સરવૈયા, મોટાભાઈ સુરેશભાઈ, મોટા બાપુનો દીકરો ભાઈ ગોરધન સરવૈયા, જેસાભાઈ પ્રેમજીભાઈ સરવૈયા, મેઘાભાઇ સરવૈયા અને ફુઈના દીકરો ભાઈ રઘાભાઈ ડાભી હેતલને શોધવા માટે દેવાભાઇના ઘરે ગયા હતા ત્યારે આરોપીઓએ ગાળો આપીને તેઓની ઉપર હુમલો કર્યો હતો જે બનવામાં દેવાભાઈ મકવાણાએ ફરિયાદીના પિતા સગરામભાઈ સામતભાઈ સરવૈયાને માથાના ભાગે લાકડાનો ધોકો માર્યો હતો જેથી ગંભીર ઇજા થવાના લીધે તેઓનું મોત નીપજયું હતું જો કે, આરોપી રજૂ છનાભાઇ મકવાણાએ ફરિયાદીને માથાના ભાગે લાકડી મારી હતી અને દેવભાઈ મકવાણાએ ફરિયાદીને હાથમાં પહેલ કડુ મારીને ઇજા કરી હતી. જેથી ફરિયાદીને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાના ગુનામાં આરોપી દેવાભાઈ ઉકાભાઇ મકવાણા, કિરણભાઈ દેવાભાઈ મકવાણા વિપુલભાઈ દેવાભાઈ મકવાણા, રાજુભાઈ છનાભાઇ મકવાણા, મનસુખભાઈ ઉકાભાઇ મકવાણા, ભરતભાઈ મનસુખભાઈ મકવાણા, વિરમભાઈ મનસુખભાઈ મકવાણા અને જેમાભાઈ સોમાભાઈ મકવાણા રહે. બધા ખાનપર વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી છે.