મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી ખેલ મહાકુંભ-૨૦૨૬: મોરબી જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાની સ્પર્ધાઓનું આયોજન; ૩૯ રમતોમાં ૭ વયજૂથના રમતવીરો બતાવશે કૌવત મોરબીની મેડિકલ કોલેજમાં વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી, વન્યપ્રાણીઓનું મહત્ત્વ, જીવનચક્ર અને સંરક્ષણ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન અપાયું વાંકાનેરના ખાનપરમાં યુવક ત્યકતાને ભગાડી જતા ખૂની ખેલ ખેલાયો : વૃદ્ધની હત્યા મોરબીના તળાવિયા સનાળા ગામ પાસે આવાવરૂ જગ્યામાંથી 2856 બોટલ દારૂ ભરેલ બોલેરો ગાડી ઝડપાઈ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની મેડિકલ કોલેજમાં વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી, વન્યપ્રાણીઓનું મહત્ત્વ, જીવનચક્ર અને સંરક્ષણ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન અપાયું


SHARE











મોરબીની મેડિકલ કોલેજમાં વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી, વન્યપ્રાણીઓનું મહત્ત્વ, જીવનચક્ર અને સંરક્ષણ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન અપાયું 
સમગ્ર ગુજરાત રાજ્યમાં તા.૨ ઓક્ટોબરથી તા.૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્યપ્રાણી સપ્તાહ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી સ્થિત સરકારી મેડિકલ કોલેજ ખાતે વન વિભાગ દ્વારા ‘વન્યપ્રાણી સપ્તાહ’ની વિશેષ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.મોરબી જિલ્લાના નાયબ વન સંરક્ષક ડૉ.સુનીલકુમાર બેરવાલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને વન્યપ્રાણીઓનું પર્યાવરણમાં રહેલું મહત્ત્વ, તેમનું જીવનચક્ર તેમજ વન્યજીવ સંરક્ષણ અંગે વિસ્તૃત અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વન્યજીવો અને માનવજીવન વચ્ચેના પરસ્પર સંબંધ તથા વન્યજીવોના સંરક્ષણ માટે સમાજની સહભાગિતાના મહત્ત્વ અંગે પણ સમજ આપવામાં આવી હતી.

આ પ્રસંગે વન્યપ્રાણીઓના રેસ્ક્યુ અને બચાવ કામગીરીમાં વન વિભાગને સતત નિઃસ્વાર્થ સહયોગ આપવા બદલ ‘કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ, મોરબી’ તથા યદુનંદન ગૌશાળા ટ્રસ્ટ’નું સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વન્યજીવો પ્રત્યે દયા, સંવેદના અને સંરક્ષણની ભાવના કેળવવા તેમજ વન્યજીવ સંરક્ષણમાં સહભાગી બનવાનો સંકલ્પ લીધો હતો.આ પ્રસંગે મોરબી મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડૉ. સંજય, મદદનીશ વન સંરક્ષક પ્રતિક નારોડિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર તૃપ્તિ જોશી તથા વક્તા ભૂપતભાઈ છાયા સહિત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News