હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી ખેલ મહાકુંભ-૨૦૨૬: મોરબી જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાની સ્પર્ધાઓનું આયોજન; ૩૯ રમતોમાં ૭ વયજૂથના રમતવીરો બતાવશે કૌવત
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો


SHARE











મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો

મોરબીના જેતપર (મચ્છુ) ગામના યુવાનનું બાઇક ચોરી થયેલ હતુ.મોટર સાયકલનો વિમો હતો જેથી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ કેસ કરતા વળતર મંજુર થયેલ છે.

આ કેસ ની વિગત એવી છે કે જેતપર (મચ્છુ) ગામના તરૂણ ભાણજીભાઈ અઘારા નું મોટર સાયકલ રવીરાજ ચોકડી પાસે પાટીદાર સ્ટોન કારખાનામાંથી તા.૨૭-૧-૨૪ ના રોજ ચોરાઈ ગયેલ અને તેઓએ આ મોટર સાયકલનો વીમો ગો ડીજીટલ ઇન્સ્યોરન્સ કંપની નો લીધેલ હતો.ગ્રાહકે વીમા કંપની પાસે તમામ કાગળો રજુ કરેલ અને મોટર સાયકલને લોક કરેલ તેનો આધાર રજુ કર્યા હતા.પરંતું વીમા કંપનીએ રેપ્યુડ લેટર આધારે વીમો આપવાની ના પાડતા ફરીયાદ કાઢી નાખેલ અને વીમો ના મંજુર કરેલ અને વીમો મળે નહી તેવી જાણ કરી હતી.

તેથી તરૂણકુમાર ભાણજીભાઈ અઘારાને અસંતોષ થતા તેઓએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવેલ.નામદાર કોર્ટેએ વીમા કંપનીને કહયું કે ગ્રાહક પાસે વીમા પોલીસી લીધેલ છે અને પ્રિમીયમ પણ ભરેલ છે. માટે રેપ્યુડ લેટરથી તમો ના પાડી શકો નહી.તમારી સેવામાં ખામી છે.માટે તરૂણકુમાર ભાણજીભાઈ અધારા તેના મોટર સાયકલની કિંમત રૂા.૨૩,૫૦૦ તથા ખર્ચના રૂા.૨૫૦૦ ગ્રાહકને બે માસમાં ચૂકવવા આદેશ કરવામાં આવેલ છે.જો તેમાં વીમા કંપની નિષ્ફળ જાય તો નવ ટકાના વ્યાજ સાથે ચુકવવા ના રહેશે. ગ્રાહકે પોતાના હક માટે હમેશા લડવું જોઈએ.છતાં કોઇ ગ્રાહકને કોઈપણ જગ્યાએ ગ્રાહક તરીકે અન્યાય થાય તો પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮રપ૭ ૯૦૪૧૨) નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.




Latest News