મોરબીના કાલીકાનગર ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીનું સ્વાગત કરાયું
મોરબીમાં જ્ઞાનપથ સ્કૂલ આસપાસથી રજડતા ઢોરને પકડવા કોંગ્રેસની માંગ
SHARE







મોરબીમાં જ્ઞાનપથ સ્કૂલ આસપાસથી રજડતા ઢોરને પકડવા કોંગ્રેસની માંગ
મોરબી શહેરમાં શનાળા રોડ ઉપર આવેલા હાઉસિંગ બોર્ડમાં જ્ઞાનપથ સ્કૂલની સામે છેલ્લા ઘણા સમયથી આખલાઓનો ત્રાસ છે અને આખલા યુધ્ધ ગમે ત્યારે થયા છે જેથી બાળકો સહિતના ઉપર સતત જોખમ રહે છે ત્યારે આ વિસ્તારમાંથી રજડતા ઢોરને પકડવામાં આવે તેવી મોરબી શહેર કોંગ્રેસના સંગઠન મંત્રીએ મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરેલ છે
મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજાએ હાલમાં મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે અને ઘણી વખત લોકોને રજડતા ઢોર ગંભીર ઇજાઓ કરે છે અને વાહનોમાં નુકશાન પણ કરે છે આટલુજ નહીં અકસ્માત પણ થાય છે જેથી લોકો રજડતા ઢોરના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે શહેરના વોર્ડ નં. ૯ માં શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં જ્ઞાનપથ સ્કૂલની સામે છેલ્લા ઘણા સમયથી આખલાઓનો ત્રાસ છે જેથી લોકો અને સ્કૂલે જતા બાળકો સહિતનાઓની ઉપર સતત જોખમ રહે છે ત્યારે ભવિષ્યમાં કોઈ જીવલેણ અકસ્માત થાય તેની રાહ જોયા વગર વહેલી તકે રજડતા ઢોરને પકડવા માટેનું કામ કરવામાં આવે તેવી માંગ કરી છે
