મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં ફાયર સેફટી-સર્ટીફીકેટના ચેકિંગ સમયે ફાયર એન.ઓ.સી. ન ધરાવતી વધુ ત્રણ હોસ્પિટલને નોટીસ


SHARE









મોરબીમાં ફાયર સેફટી-સર્ટીફીકેટના ચેકિંગ સમયે ફાયર એન.ઓ.સી. ન ધરાવતી વધુ ત્રણ હોસ્પિટલને નોટીસ

મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા મ્યુનિસિપિલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન અનુસાર મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ હોસ્પિટલો અને શાળાઓમાં ફાયર પ્રિવેંશન ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની સાથે મોરબીમાં આવેલ હોસ્પિટલોમાં ફાયર સેફટી અને સર્ટીફીકેટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ફાયર એન.ઓ.સી. ન ધરાવતી વધુ ત્રણ હોસ્પિટલને નોટીસ આપવામાં આવેલ છે.

ત્યારે ૮ હોસ્પિટલમાં ૪૫ હોસ્પિટલ સ્ટાફને અને સ્કૂલો પૈકી ૨ સ્કુલમાં ૨૫૦ વિદ્યાર્થીઓ તથા સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ઉપરાંત ફાયર પ્રિવેન્શન તાલીમના ભાગરૂપે ૨૬ હોસ્પિટલોમાં ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ફાયર એન.ઓ.સી. ન ધરાવતી ૩ હોસ્પિટલને નોટીસ આપવામાં આવી હતી. આ પૂર્વેના સપ્તાહમાં ૪૦ હોસ્પિટલને નોટિસ આપવામાં આવી હતી. જેમાંથી ૭ હોસ્પિટલને બીજી વખત નોટીસ આપવામાં આવી હતી. તેમજ હોસ્પિટલ સ્ટાફને ફાયર પ્રિવેન્શનને લગતા જરૂરી સૂચનો અને ગાઈડલાઈન અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.

તેમજ સતવારા એસ્ટેટમાં આવેલ પરમ વુડ પ્રોડક્ટમાં ગત તા. ૧૧/૦૧ ના રોજ આગ લાગી હતી. તેમાં જરૂરી ફાયર સેફટી સર્ટીફીકેટ ન હોવાથી ગત તા. ૧૩/૨ ના રોજ આ ગોડાઉનને સીલ કરવામાં આવ્યું હતું. આ પ્રકારની ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય એ છે કે મોરબી મહાનગરપાલિકામાં આવેલ હોસ્પિટલ અને શાળાઓમાં ફાયર સેફટી અંગે નાગરિકો માહિતગાર થાય, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરી શકાય, કોઈપણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના, કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદાને નિવારી શકાય, જાન-માલને બચાવી શકાય તે રહેલો છે.




Latest News