ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેર તાલુકામાં 10.55 કરોડના ખર્ચે પાંચ રોડ બનશે
SHARE






ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેર તાલુકામાં 10.55 કરોડના ખર્ચે પાંચ રોડ બનશે
વાંકાનેરના ધારાસભ્ય દ્વારા જુદાજુદા રોડ માટે સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી જેથી કરીને ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈને વાંકાનેર વિસ્તારમાં અલગ અલગ પાંચ રોડના 10.55 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. જેથી ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતને સફળતા મળી છે.
67-વાંકાનેર-કુવાડવાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગમાં જુદાજુદા રોડ માટે રજૂઆતો કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાન લઈને તીથવા જડેશ્ચર રોડ થી ભંગેશ્ચર મંદિર સુધીનો રસ્તો અંદાજીત 1 કરોડના ખર્ચે, દેરાળા થી ખાનપર ગામ સુધીનો રસ્તો અંદાજીત 2.75 કરોડના ખર્ચે, એસ.એચ.થી નવા રાતીદેવરી મંદિર રોડ 70 લાખના ખર્ચે, જાલી ચોકડીથી હસનપર ગામ સુધીનો રસ્તો 2.10 કરોડના ખર્ચે બનશે અને ગારીડા થી સમઢીયાળા, ગુંદાખડા અને સતાપર ગામને જોડતા રસ્તાનું 4 કરોડનું કામ મંજૂર કરવામાં આવ્યા છે. આમ જુદાજુદા પાંચ રોડ મંજૂર કરવા બદલ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.


