મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા બની બાદ રવાપર-શનાળા ગામ કચરાના ટ્રેક્ટર મોકલાવવા આપની માંગ


SHARE









મોરબી મહાપાલિકા બની બાદ રવાપર-શનાળા ગામ કચરાના ટ્રેક્ટર મોકલાવવા આપની માંગ

મોરબી મહાપાલિકા બનતા આજુબાજુ ના ગામોને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રવાપર અને શકત શનાળા ગામ  પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અને કચરો ઉપાડવા માટે પ્રાઈવેટ ટ્રેક્ટર બોલાવી અને કચરાના નિકાલ કરે છે. દર મહિને કચરા નિકાલ માટે રહિશો પાસેથી પૈસા લેવામાં આવે છે જેથી આ વિસ્તારમાં કચરા લેવા માટે ટ્રેક્ટર નિયમિત રીતે મોકલાવવામાં આવે તેવી માંગ કરેલ છે.

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા, મહામંત્રી રમેશભાઈ સદાતીયાએ જણાવ્યુ હતું કે, શનાળા અને રવાપર વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવા મહાપાલિકા દ્વારા કચરાના ટ્રેક્ટર મોકલવામાં આવતા નથી. આ બંને વિસ્તારમાં મહાપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ટ્રેક્ટર મોકલવા આવે અને સાથે સાથે મોરબી મહાપાલિકાને  રસ્તાઓ  સફાઈની રજૂઆત પણ કરવામાં આવી છે. આ બંને ગામનો મહાપાલિકામાં સમાવેશ  થયા બાદ બંને ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત રહે તે યોગ્ય નથી જેથી કરીને તમામ સુવિધાઓ મહાપાલિકા દ્વારા આપવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા દ્વારા કરવામાં આવી છે.




Latest News