વાંકાનેરના હસનપર ગામની સરકારી શાળાના શિક્ષકે ધો 8 ના બાળકોને વિદાયની અનોખી ભેટ આપી
મોરબીમાં જુદાજુદા બગીચાઓમાં રમત ગમતના સાધનો અને લોકોને બેસવા માટે બાકડા મૂકવાની માંગ
SHARE






મોરબીમાં જુદાજુદા બગીચાઓમાં રમત ગમતના સાધનો અને લોકોને બેસવા માટે બાકડા મૂકવાની માંગ
મોરબી મહાપાલીકામાં રીનોવેશન થાય તો બગીચામાં બાળકોને રમવાના સાધનો, પુલ ઉપર વડીલો સહિતના લોકોને બેસવા માટેના બાકડા કયારે નાખવામાં આવશે તેવો અધીદાર સવાર મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવેલ છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરશભાઇ છબીલભાઈ કોટેચાએ મહાપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી મહાપાલીકા બની પછી મોરબીમાં ફરવા જેવા સ્થળ હોવા જોઇએ જેમાં હાલ શનાળા રોડ ઉપર આવેલા સરદાર બાગમાં જે ગ્રાન્ટ ફાળવવામાં આવી તે ખુબજ સારી વાત છે પણ શું ? મહાનગર પાલીકાના અધીકારીને જાણ નથી કે મોરબીમાં અન્ય પણ બાગ-બગીચા ભંગાર હાલતમાં છે જેમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ સુરજબાગ, રાણીબાગ, મણીમંદીર, અને સામાંકાંઠે વિસ્તારમાં આવેલ કેસરબાગ વગેરેનો સમાવેશ થાય છે અને ત્યાં કયારે ગ્રાન્ટ આપવામાં આવશે અને લોકોને કયારે સારી સુવિધા મળશે ? વધુમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા સમક્ષ જાગૃત સામાજીક કાર્યકરોએ મોરબીના લોકો વતી માંગ કરી છે કે, તો દ્વારા પણ બાગ-બગીચામા તાત્કાલીક ગ્રાન્ટ આપવામાં આવે અને તેનો વિકાસ કરવામાં આવે તે જરૂરી છે. ખાસ કરીને બાળકોને રમવા માટે બગીચામાં લફસીયા, હીંચકા વિગેરે કોઈ સાધનો નથી અને વડીલો સહિતના લોકોને બેસવા માટેની કોઈ વ્યવસ્થા નથી. અને રાજાશાહી વખતનુ પીકનીક સેન્ટર હાલ ખંઢેર બની ગયેલ છે. તેનો પણ વિકાસ થાય તો મોરબીના સામાકાંઠા વિસ્તારના લોકોને ફરવાનુ એક સ્થળ મળે તેમ છે. આટલું જ નહીં મોરબીના મયુરપુલ ઉપર લોકોને બેસવા માટે બાકડા મૂકવામાં આવે તે પણ જરૂરી છે.


