મોરબીમાં જુદાજુદા બગીચાઓમાં રમત ગમતના સાધનો અને લોકોને બેસવા માટે બાકડા મૂકવાની માંગ
મોરબી જેટકોમાંથી APO નિરૂભા એસ. જાડેજા નિવૃત્ત થતાં સન્માન સમારોહ યોજાયો
SHARE






મોરબી જેટકોમાંથી APO નિરૂભા એસ. જાડેજા નિવૃત્ત થતાં સન્માન સમારોહ યોજાયો
મોરબીમાં આવેલ જેટકો જીઇબી ૬૬ કે.વી એસએસ થી એપીઓ નિરૂભા એસ. જાડેજા નિવૃત થયા છે જેથી કરીને તેમનો નિવૃત્ત સન્માન સમારોહ ભવ્ય રીતે ટી.કે. હોટલમાં યોજાયો હતો અને આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાયૅપાલક ઇજનેર એ.કે. પટેલ હાજર રહ્યા હતા તેમજ મુખ્ય મહેમાન તરીકે નિવૃત્ત ચિફ ઇજનેર આર.એન. જાડેજા તેમજ અધિકારીઓ, નિવૃત્ત સ્ટાફ તેમજ પરિવારજનો સહિતના હાજર રહ્યા હતા. અને સહુ કોઈએ નિરૂભા એસ. જાડેજા તેમનું નિવૃત્ત જીવન પરિવાર સાથે માણે અને આરોગ્યમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આબે જેટકો કપંની તરફથી શાલ ઓઢાળીને પ્રમાણપત્ર તથા ચાંદીનો સીકકો અર્પણ કરવામાં આવેલ હતો. અ.ગુ.વિ.કા.સઘં મોરબી તરફથી યુનિયન પ્રતિનિધિ તરીકે શિલ્ડ અપૅણ કરવામાં આવ્યું હતું અને મંડળી વતી ભગદેવભાઈએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને આ કાર્યક્ર્મનું સંચાલન કે.આઇ. ગોસાઈએ કર્યું હતું


