મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાડીના પૈસાની લેતી દેતી બાબતે પાંચ શખ્સોએ છરી, પાઇપ અને ધોકા વડે યુવાન ઉપર કર્યો હુમલો


SHARE































વાંકાનેરમાં ગાડીના પૈસાની લેતી દેતી બાબતે પાંચ શખ્સોએ છરી, પાઇપ અને ધોકા વડે યુવાન ઉપર કર્યો હુમલો

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા યુવાનને ગાડીના પૈસાની લેતી દેતી બાબતે મનદુખ હતુ જે બાબતનો ખાર રાખીને તેના ઉપર પાંચ શખ્સોએ છરી, લોખંડનો પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો અને યુવાનને હાથે, પગે, કપાળે અને માથા ઉપર માર મારીને ઇજાઓ કરી હતી અને ગાળો આપીને ધ્યાનથી મારી રાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાનને સારવાર લીધા બાદ હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા હરપાલસિંહ કિશોરસિંહ ઝાલા (25)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સંજયભાઈ રાણાભાઇ રાજગોર, અંકુર ઉર્ફે ભાણું, લાલો ઉર્ફે શિવાજી રાજગોર, કેવલ મોહનભાઈ રાજગોર અને અનિલ રાજગોર રહે. બધા ભાટિયા સોસાયટી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ભાટિયા સોસાયટીમાં આવેલ ઉમિયા પાન સામે ફરિયાદી હતો ત્યારે ફરિયાદીને આરોપી સંજયભાઈ રાજગોર સાથે ગાડીના પૈસાની લેતી દેતી બાબતે મનદુખ હતું જે બાબતનો ખાર રાખીને સંજયભાઈ રાજગોર દ્વારા લોખંડના પાઇપ વડે ફરિયાદી યુવાનને માથામાં તથા ડાબા હાથની આંગળીમાં માર મારીને ફેકચર જેવી ઇજાઓ કરવામાં આવી હતી અને અંકુર ઉર્ફે ભાણું એ છરી વડે હુમલો કરીને ફરિયાદી યુવાનને કપાળના ભાગે ઇજા કરી હતી જયારે બાકીના ત્રણ આરોપીઓએ લાકડાના ધોકા વડે ફરિયાદી યુવાનને હાથે, પગે અને શરીર ઉપર માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લેવા આવ્યા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે પાંચ શખ્સની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પી.એસ.આઇ. વી.કે. મહેશ્વરી ચલાવી રહ્યા છે












Latest News