વાંકાનેર BSNL ની ઓફિસમાં ઝેરી દવા પી ગયેલ જુનિયર ટેલિકોમ ઓફિસરનું સારવારમાં મોત
મોરબીના જેતપર ગામે ઘરમાં યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત
SHARE






મોરબીના જેતપર ગામે પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
મોરબીના જેતપર ગામે વણકરવાસમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર બારણું બંધ કરીને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે વણકરવાસમાં રહેતા પરમાર મયુરભાઈ ધનજીભાઈ (25) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે પોતાના ઘરની બારણું અંદરથી બંધ કરી લીધું હતું અને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવની ભાવિકભાઈ જેઠાભાઈ પરમાર રહે. જેતપર વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એસ.વી.સોલંકી ચલાવી રહ્યા છે અને મૃતક યુવાને ક્યાં કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે.
વરલી જુગાર
મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં ત્રિવેણી સિરામિક એન્ડ ડેકોરેટિવ કારખાના પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવા આવતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા મનોજભાઈ રામજીભાઈ શોભાષણા (49) રહે. લાલપર તાલુકો મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે 13,600 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે


