વાંકાનેરમાં ગાડીના પૈસાની લેતી દેતી બાબતે પાંચ શખ્સોએ છરી, પાઇપ અને ધોકા વડે યુવાન ઉપર કર્યો હુમલો
મોરબી નજીક રોડ સાઈડમાં ઉભેલ એક્સયુવી કારમાં ટ્રક કન્ટેનર અથડાતાં વાહનમાં નુકશાન
SHARE






મોરબી નજીક રોડ સાઈડમાં ઉભેલ એક્સયુવી કારમાં ટ્રક કન્ટેનર અથડાતાં વાહનમાં નુકશાન
મોરબી તાલુકાનાં સાપર ગામની સીમમાં નાયરાના પેટ્રોલ પંપ સામે યુવાન તેની એક્સયુવી ગાડી લઈને ઊભો હતો ત્યારે ટ્રક કન્ટેનરના ચાલકે તેની ગાડીમાં પાછળના ભાગે ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને યુવાનની ગાડીમાં નુકશાન થયેલ છે માટે તેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં કેડીલા બ્રિજ પાસે આવેલ વૈભવ પાર્ક સોસાયટીમાં રહેતા ચિંતનભાઈ જયેશભાઈ રાઠોડ (37)એ ટ્રક કન્ટેનર નંબર જીજે 12 બીડબલ્યુ 8330 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના સાપર ગામની સીમમાં નાયરાના પેટ્રોલ પંપ સામે તેઓ પોતાની એક્સયુવી 700 કાર નંબર જીજે 27 ઇસી 5592 લઈને ઊભા હતા ત્યારે આરોપીએ તેનું વાહન બેફિકરાઇથી ચલાવીને રોડ ઉપર ઉભેલ ફરિયાદીની ગાડીની પાછળના ભાગમાં ટ્રક કન્ટેનર અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો જેમાં યુવાનની કારમાં નુકસાની થયેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


