મોરબીની સેવાકીય સંસ્થાને અમદાવાદ ખાતે મહિલાઓના ઉત્કર્ષ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને શ્રીફળ, સાકરના પળાથી વધાઈ આપતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા મોરબીના ઘૂટું ગામે રોડના કામમાં નડતરરૂપ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણોને તોડી પાડ્યા વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા હળવદના ઇસનપુર પાસે આઈ.ઓ.સી.એલ. દ્વારા ઑફ સાઈટ મોક ડ્રિલ યોજાઇ મોરબી જિલ્લામાં ધૂળેટીના દિવસે જાહેર રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા સહિતના કૃત્યો પર પ્રતિબંધ મોરબી જિલ્લામાં આકરા તાપમાનમાં લૂ લાગવાથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર મોરબીના ઝૂલતા પુલ કેસમાં આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજીમાં 15 એપ્રિલની મુદત: જયસુખભાઇ પટેલને મોરબીમાં પ્રવેશવાની કોર્ટે આપી મંજૂરી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાડીના પૈસાની લેતી દેતી બાબતે પાંચ શખ્સોએ છરી, પાઇપ અને ધોકા વડે યુવાન ઉપર કર્યો હુમલો


SHARE











વાંકાનેરમાં ગાડીના પૈસાની લેતી દેતી બાબતે પાંચ શખ્સોએ છરી, પાઇપ અને ધોકા વડે યુવાન ઉપર કર્યો હુમલો

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા યુવાનને ગાડીના પૈસાની લેતી દેતી બાબતે મદુખ તુ જે બાબતનો ખા રાખીને તેના ઉપર પાંચ શખ્સોએ છરી, લોખંડનો પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો અને યુવાનને હાથે, પગે, કપાળે અને માથા ઉપર માર મારીને જાઓ કરી હતી અને ગાળો આપીને ધ્યાનથી મારી રાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાનને સારવાર લીધા બાદ હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા હરપાલસિંહ કિશોરસિંહ ઝાલા (25)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સંજયભાઈ રાણાભાઇ રાજગોર, અંકુર ઉર્ફે ભાણું, લાલો ઉર્ફે શિવાજી રાજગોર, કેવલ મોહનભાઈ રાજગોર અને અનિલ રાજગોર રહે. બધા ભાટિયા સોસાયટી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ભાટિયા સોસાયટીમાં આવેલ ઉમિયા પાન સામે ફરિયાદી હતો ત્યારે ફરિયાદીને આરોપી સંજયભાઈ રાજગોર સાથે ગાડીના પૈસાની લેતી દેતી બાબતે મનદુખ હતું જે બાબતનો ખા રાખીને સંજયભાઈ રાજગોર દ્વારા લોખંડના પાઇપ વડે ફરિયાદી યુવાનને માથામાં તથા ડાબા હાથની આંગળીમાં માર મારીને ફેકચર જેવી ઇજાઓ કરવામાં આવી હતી અને અંકુર ઉર્ફે ભાણું એ છરી વડે હુમલો કરીને ફરિયાદી યુવાનને કપાળના ભાગે ઇજા કરી હતી જયારે બાકીના ત્રણ આરોપીઓએ લાકડાના ધોકા વડે ફરિયાદી યુવાનને હાથે, પગે અને શરીર ઉપર માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લેવા આવ્યા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે પાંચ શખ્સની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પી.એસ.આઇ. વી.કે. મહેશ્વરી ચલાવી રહ્યા છે








Latest News