વાંકાનેરના ગારીયા ગામે ઘર પાસે બાવળની જાળીમાંથી દસ બોટલ દારૂ સાથે એકની ધરપકડ
મોરબીના લાલપર નજીકથી 48 બોટલ દારૂ ભરેલ રિક્ષા સહિત બે શખ્સની ધરપકડ, એકની શોધખોળ
SHARE






મોરબીના લાલપર નજીકથી 48 બોટલ દારૂ ભરેલ રિક્ષા સહિત બે શખ્સની ધરપકડ, એકની શોધખોળ
મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક સીટી પાસેથી પસાર થતી સીએનજી રીક્ષાને પોલીસે રોકીને ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની 48 બોટલો મળી આવતા પોલીસે દારૂ અને રીક્ષા મળીને 76,532 ની કિંમતના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ કરી હતી અને વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય પોલીસે તેને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લાલપર ગામ પાસે સિરામિક સીટી પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપરથી સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 6183 જતી હતી જેને પોલીસ દ્વારા રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે રિક્ષામાં જઈ રહેલા બે શખ્સો પાસેથી રિક્ષામાંથી દારૂની 48 બોટલ મળી આવતા પોલીસે 26,532 ની કિંમતની દારૂની બોટલો તથા 50000 રૂપિયાની કિંમતની રીક્ષા કુલ મળીને 76,532 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રીક્ષા ડ્રાઇવર સદ્દામભાઈ હબીબભાઈ મોવર (31) અને સંજયભાઈ હિંમતભાઈ ખંમાણી (28) રહે. બંને શોભેશ્વર રોડ વાણીયા સોસાયટી છેલ્લી શેરી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન દારૂનો આ જથ્થો તેઓને ગણેશ ઉઘરેજીયા રહે. થાન જિલ્લો સુરેન્દ્રનગર વાળાએ આપ્યો હોવાનું સામે આવતા હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સોની સામે ગુનો નોંધીને ગણેશ ઉઘરેજીયાને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે અને આ અંગેની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના આર.એન.ડાંગર ચલાવી રહ્યા છે
એક બોટલ દારૂ સાથે પકડાયો
મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપર ફાટક પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 562 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી સનીભાઈ નવીનભાઈ મારૂણીયા (28) રહે. સેન્ટ મેરી સ્કૂલ પાછળ મફતિયાપરા નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
અડધી બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સુમતીનાથ સોસાયટી પાસે ગેરેજ સામેથી પસાર થયેલ શખ્સને રોકે પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની અડધી બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ₹300 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી કિશોરભાઈ મનુભાઈ વિસાણી (47) રહે. આનંદનગર ખોજા સોસાયટી પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂની બોટલ તેને ભરતસિંહ ગંભીરસિંહ જાડેજા રહે. વાવડી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા બંને સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને પોલીસે ભરતસિંહ જાડેજાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે


