મોરબીની સેવાકીય સંસ્થાને અમદાવાદ ખાતે મહિલાઓના ઉત્કર્ષ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને શ્રીફળ, સાકરના પળાથી વધાઈ આપતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા મોરબીના ઘૂટું ગામે રોડના કામમાં નડતરરૂપ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણોને તોડી પાડ્યા વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા હળવદના ઇસનપુર પાસે આઈ.ઓ.સી.એલ. દ્વારા ઑફ સાઈટ મોક ડ્રિલ યોજાઇ મોરબી જિલ્લામાં ધૂળેટીના દિવસે જાહેર રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા સહિતના કૃત્યો પર પ્રતિબંધ મોરબી જિલ્લામાં આકરા તાપમાનમાં લૂ લાગવાથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર મોરબીના ઝૂલતા પુલ કેસમાં આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજીમાં 15 એપ્રિલની મુદત: જયસુખભાઇ પટેલને મોરબીમાં પ્રવેશવાની કોર્ટે આપી મંજૂરી
Breaking news
Morbi Today

વાંકાનેરના ગારીયા ગામે ઘર પાસે બાવળની જાળીમાંથી દસ બોટલ દારૂ સાથે એકની ધરપકડ


SHARE











વાંકાનેરના ગારીયા ગામે ઘર પાસે બાવળની જાળીમાંથી દસ બોટલ દારૂ સાથે એકની ધરપકડ

વાંકાનેર તાલુકાના ગારીયા ગામે આવેલ યક્ષપુરૂષનગર ખાતે રહેતા શખ્સનાં મકાનની બાજુમાં બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની દસ બોટલો મળી આવતા પોલીસે 6960 ની કિંમત ની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના ગારીયા ગામે યક્ષપુરુષ નગર ખાતે રહેતા વિશાલભાઈ ગોંડલીયાના રહેણાંક મકાનની બાજુમાં બાવળની કાંટમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની દસ બોટલો મળી આવતા પોલીસે 6960 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી વિશાલભાઈ મંછારામભાઈ ગોંડલીયા (24) રહે. યક્ષપુરુષનગર ગારીયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ અને આથા સાથે મહિલા બુટલેગર પકડાઈ

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે મોતીનગર વિસ્તારમાં ગીતાબેન દેગામાના પડતર મકાનમાં પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે પડતર મકાનના ફળિયામાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લીટર આથો તથા 23 લીટર તૈયાર દેશી દારૂનો જથ્થો આમ કુલ મળીને 14,600 ની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી પોલીસે મહિલા બુટલેગર ગીતાબેન કિશોરભાઈ દેગામા (45) રહે. મોતીનગર જુના દેવડીયા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દેશી દારૂના જથ્થો પકડાયો, આરોપી ફરાર

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ વર્ષામેડી ફાટકથી બોડકી ગામ તરફ જવાના રસ્તા ઉપર પસાર થઈ રહેલ બાઈક નંબર જીજે 36 એએચ 4029 ને માળીયા પોલીસ દ્વારા રોકવામાં આવ્યું હતું જેથી કરીને બાઇક ચાલક તેનું બાઇક છોડીને નાશી ગયો હતો ત્યાર બાદ પોલીસે બાઇકને ચેક કર્યું હતું ત્યારે પ્લાસ્ટિકના બાચકામાં કુલ મળીને 39 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 7,800 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા 35,000 ની કિંમતનું બાઇક આમ કુલ મળીને 42,800 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો જો કે, આરોપી પોતાના હવાલા વાળું બાઇક સ્થળ ઉપર છોડીને નાસી ગયેલ હોય પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.








Latest News