મોરબીના લાલપર નજીકથી 48 બોટલ દારૂ ભરેલ રિક્ષા સહિત બે શખ્સની ધરપકડ, એકની શોધખોળ
મોરબી પાલિકામાં અધિકારીઓની બેદરકારીના લીધે 2200 થેલી સિમેન્ટ પથ્થર બની ગઈ !: પાંચ અધિકારીના કમિશનરે ખુલાસા માંગ્યા
SHARE






મોરબી પાલિકામાં અધિકારીઓની બેદરકારીના લીધે 2200 થેલી સિમેન્ટ પથ્થર બની ગઈ !: પાંચ અધિકારીના કમિશનરે ખુલાસા માંગ્યા
મોરબી પાલિકાના અધિકારીઓની બેદરકારી કે પછી અન્ય કોઈ કારણોસર ઘણી બધી સિમેન્ટની થેલીઓનો ઉપયોગ કરવામાં આવેલ ન હતો જેથી કરીને આ સિમેન્ટની થેલીઓ પથ્થર બની ગયેલ હતી અને અગાઉ જુદાજુદા સમયે લગભગ 700 થેલી જેટલો સિમેન્ટ પથ્થર બની ગયેલ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો અને તપાસનીસ અધિકારીની તપાસમાં માત્ર 700 નહીં 2200 થેલી જેટલો સિમેન્ટ વાપર્યા વગર જ પથ્થર બની ગયેલ હોવાની હક્કિત સામે આવેલ છે. જેથી કરીને તત્કાલીક્ન બે ચોફ ઓફિસર અને ત્રણ ઇજનેર આમ કુલ મળીને પાંચ અધિકારીના કમિશનરે ખુલાસા માંગ્યા છે.
મોરબી મહાપલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે એ માહિતી આપતા જણાવ્યુ હતું કે, લીલાપર આવાસ યોજનામાં પડેલ સિમેન્ટની થેલીઓ પથ્થર થઈ ગયેલ હતી જેથી કરીને આ અંગેની ડેપ્યુટી કમિશનર તેમજ ચીફ ઈજનેર સહિતની કમિટી બનાવીને તપાસ સોંપવામાં આવેલ છે અને તેઓએ આપેલ રિપોર્ટમાં એવી માહિતી સામે આવેલ છે કે, વર્ષ 2020 માં એક જ મહિનામાં 2200 થેલીઓ વરસાદી પાણીના ભેજને કારણે જામીને પથ્થર બની ગયેલ હતી.
વધુમાં અધિકારી કહ્યું હતું કે, નગરપાલિકાએ તા.26/5/20220 થી 24/6/2020 સુધીમાં કુલ 4900 થેલી સિમેન્ટ મંગાવી હતી જેમાંથી 2700 થેલી સિમેન્ટ વાપરવામાં આવી હતી જો કે, બાકીની 2200 થેલી સિમેન્ટ જામી ગઈ હતી. જેથી આ ગંભીર બેદરકારી માટે તત્કાલીન ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટ અને ગિરીશભાઈ સરૈયા તથા ઇજનેર દર્શન જોષી, પિયુષ દેત્રોજા અને ધીરુભાઈ સુરેલીયાના ખોલસા પુછવામાં આવેલ છે. અને આગામી તા 15/3/25 સુધીમાં પાંચેય અધિકારીઓએ તેનો જવાબ આપવાનો રહેશે ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલેખનીય છેકે, પહેલા મોરબી મહાપાલિકાના પટાંગણમાંથી 400 થેલી સિમેન્ટ પથ્થર બનેલ હાલતમાં જોવ મળી હતી ત્યાર બાદ મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબીના લીલપર રોડે આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાની મુલાકાત લીધેલ હતી અને ત્યાર ત્યાંથી એક દુકાન કે જેનું શટર તૂટેલ હાલતમાં હતું તેને ચેક કરતાં ત્યાંથી સિમેન્ટની એક કે બે નહીં પરંતુ 300 જેટલી થેલીઓ વાપરસ કરવાના બદલે પથ્થર બની ગયેલ હોય તેવું જોવા મળ્યું હતું જેથી કરીને મહાપલિકાના કમિશનર દ્વારા ડેપ્યુટી કમિશનરને તપાસ સોંપવામાં આવી હતી જે તપાસનો રિપોર્ટ કમિશનરને આપી દેવામાં આવેલ છે જેથી જવાબદાર અધિકારીને કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવે તેવા સંકેતો મહાપાલિકામાંથી મળી રહ્યા છે.
અગાઉ મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ આ ગંભીર બેદરકારી દાખવનાર અધિકારીની સામે આકાર પગલાં લેવામાં આવે તેવી માંગ તેઓએ કરેલ હતી તેમજ જવાબદાર વ્યક્તિની સામે ફોજદારી ફરિયાદ કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી જો કે, હવે એક કે બે નહીં પરંતુ 2200 થેલી સિમેન્ટ વાપર્યા વગર પથ્થર બની ગયેલ હોવાનું અધિકારીની તપાસમાં સામે આવ્યું છે ત્યારે ખરેખરે મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા આગામી સમયમાં કોની સામે કેવા પગલાં લેવામાં આવે છે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે.


