મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં આત્મનિર્ભર ગ્રામયાત્રા અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસે વિવિધ પ્રવૃતિનું આયોજન કરાયું


SHARE









મોરબીમાં આત્મનિર્ભર ગ્રામયાત્રા અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસે વિવિધ પ્રવૃતિનું આયોજન કરાયું

દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત "આઝાદી કા અમૃત મહોત્સવ" અભિયાન અંતર્ગત ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તા. ૧૮ થી ૨૦ નવેમ્બર દરમ્યાન રાજ્યના તમામ જિલ્લામાં "આત્મનિર્ભર ગ્રામ યાત્રા" યોજાઈ રહી છે ત્યારે વિશ્વ શૌચાલય દિવસ નિમિતે મોરબી જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા મોરબી તાલુકાના ત્રાજપર ગામેથી તેમજ હળવદ તાલુકાના ચરાડવા ગામેથી રથ યાત્રાનો શુભ આરંભ થયો હતો. જે અંતર્ગત ગ્રામ્યજનોએ મોટી સંખ્યામાં રથમાં દર્શાવતી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગેની ફિલ્મ નિહાળી વિવિધ યોજનાઓ અંગેની જાણકારી મેળવી હતી આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમિયાન વિશ્વ શૌચાલય દિવસ નિમિતે મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામ્ય કક્ષાનાં શૌચાલયોને શણગારી શૌચાલય ઉપયોગ માટે અલગ અલગ લોકજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરી ગામડાના છેવાડાના લોકોને લાભ મળે તેમજ શૌચાલય ઉપયોગ કરે સ્વચ્છતા જાળવે તેવા ઉદેશ્યથી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.




Latest News