મોરબી નજીકથી બોલેરો ગાડીમાં કુરતાપૂર્વક બાંધીને 3 પાડીને લઈ જનારા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી-વાંકાનેર શહેરમાં જુગારની ત્રણ રેડ: 12,500 ના મુદામાલ સાથે ત્રણ પકડાયા વાંકાનેર નજીક છકડો રિક્ષામાંથી નીચે પડતાં માથામાં ઇજા પામેલ બાળકનું સારવારમાં મોત મોરબીની સેવાકીય સંસ્થાને અમદાવાદ ખાતે મહિલાઓના ઉત્કર્ષ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને શ્રીફળ, સાકરના પળાથી વધાઈ આપતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા મોરબીના ઘૂટું ગામે રોડના કામમાં નડતરરૂપ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણોને તોડી પાડ્યા વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા હળવદના ઇસનપુર પાસે આઈ.ઓ.સી.એલ. દ્વારા ઑફ સાઈટ મોક ડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં પકડાયેલ સાત લાખથી વધુની કિંમતના હિરોઈનના જથ્થાના કેસમાં રાજસ્થાનથી એકની ધરપકડ-જેલ હવાલે કરાયો


SHARE











મોરબીમાં પકડાયેલ સાત લાખથી વધુની કિંમતના હિરોઈનના જથ્થાના કેસમાં રાજસ્થાનથી એકની ધરપકડ-જેલ હવાલે કરાયો

મોરબી એસઓજીની ટીમ દ્વારા વર્ષ-૨૦૨૩ માં મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે આવેલ પીકઅપ સ્ટેન્ડ પાસેથી ૧૪૯.૬૦ ગ્રામ હિરોઈનના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવેલ બાદ વધુ એકને પકડેલ એમ કુલ ત્રણ જેતે સમયે પકડાયા હતા.જોકે વધુ એક શખ્સનું તેમાં નામ ખુલેલું હોય અને તે રાજસ્થાન હોવાની વાત મળતા મોરબી બી ડિવિઝન પોલીસે ત્યાં પહોંચીને તેનો કબ્જો લીધો હતો અને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કરતા હાલ તેને જેલ હવાલે કરાયો હોવાનું પોલીસે જણાવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વર્ષ-૨૦૨૩ માં મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા ફાટક પાસે આવેલ સર્વિસ રોડ ઉપર પીકઅપ સ્ટેન્ડ પાસે રહેલા શખ્સની પાસે હેરોઈનનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી મળી આવેલ કૈલાશ ગોરખારામ નાઇ નામના શખ્સ પાસેથી હેરોઈનનો ૧૪૯.૬૦ ગ્રામ જથ્થો મળી આવ્યો હતો.જેથી કરીને પોલીસે ૭.૪૮ લાખનો હેરોઇનનો જથ્થો તેમજ પાંચ હજાર રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને રોકડા રૂપિયા ૪૬૦૦ આમ કુલ મળીને ૭,૬૩,૧૦૦ નો મુદામાલ કબ્જે કરેલ, અને કૈલાશ ગોરખારામ નાઈ જાતે વાળંદ (૨૩) રહે.પનલ કી બેરી તા.ધોરીમન્ના જી.બાડમેર રાજસ્થાન અને રાજેશકુમાર મોહનરામ સિયાગ જાતે જાટ (૨૨) રહે. હાલ રામજી કી ગોલ મુળ રહે.સગરાણીઓ કી બેરી તા.ગુડામાલાની જી.બાડમેર રાજસ્થાનની ધરપકડ કરેલ અને આ બંને શખ્સો પાસેથી મળી આવેલ હેરોઈનનો જથ્થો તેમણે રાજસ્થાનના સાંચોરમાં રહેતા દિનેશ બીસ્નોઈ નામના શખ્સે આપ્યો હોવાનું સામે આવતા તેની સામે પણ ગુનો નોંધવામાં આવેલ અને તેને પકડવામાં આવેલ હતો.આમ આ એનડીપીએસ ના ગુનામાં અગાઉ પોલીસે કૈલાષ ગોરખારામ નાઈ, રાજેશકુમાર મોહનરામ સિયાગ અને દિનેશ બિસ્નોઇની ધરપકડો કરી હતી અને તપાસમાં જગદિશ ઠાકરારામ હુડ્ડાનું નામ ખુલ્યુ હતુ.જો કે તે વ્યક્તિ ફરાર હોય તેની શોધખોળ ચાલુ હતી.દરમ્યાનમાં મોરબી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વસાવાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી.સામાણી તથા રાઇટર ભરતભાઈ ગોઠડીયા સહિતના સ્ટાફને મળેલ બાતમીને આધારે સ્ટાફ રાજસ્થાન ખાતે પહોંચ્યો હતો.જે તે સમયે પોલીસને બાતમી મળી હતી કે, ફરાર આરોપી જગદીશ ઠાકરારામ હુડ્ડા જેલ હવાલે છે અને ત્યાં તે કોઈ પોક્સોના કેસમાં જેલની અંદર છે માટે ટ્રાન્સફર વોરંટ કોર્ટમાં રજુ કરવામાં આવ્યું હતું.જોકે ટ્રાન્સફર વોરંટ ત્યાં રજૂ કરવામાં આવ્યું તે પૂર્વે કોર્ટમાંથી તેને છોડી મૂકવામાં આવેલો હોય મોરબી પોલીસ ત્યાં વોચમાં રહી હતી અને જેવો જગદીશ ઠાકરારામ જેલમાંથી બહાર નીકળ્યો તે સમયે તેને ત્યાંથી ડીટેઇન કરી મોરબી લાવવામાં આવ્યો હતો અને મોરબીના એનડીપીએસ ના કેસમાં જગદીશ ઠાકરારામ હુડ્ડા જાતે જાટ (૪૦) રહે.પુર્વા કોઠાવાસ અરનીયાલી ગ્રામ પંચાયત પોસ્ટ ધોરીમન્ના તાલુકો જીલ્લો બાડમેર રાજસ્થાન ની ધરપકડ કરવામાં આવી હતી અને તેને મોરબી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવા હુકમ કરવા આવ્યો હતો.જેથી હાલ જગદિશ હુડ્ડાને મોરબી જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે








Latest News