મોરબી : રવાપર ગ્રામ પંચાયત નજીક બાઇકમાંથી પડી જતા વૃદ્ધા સારવારમાં સિંઘમ: મોરબી જિલ્લામાં રેડ કરવા ગયેલ પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગરના પરિવારે સરકારી ખરાબમાં બનાવેલ મકાન પોલીસ પ્રોટેકશન સાથે તોડી પડાયું મોરબી જિલ્લા તેજોરી કચેરી દ્વારા સો વર્ષ પુરા કરનાર પેન્શનરના પેન્શનમાં સો ટકાનો વધારો કરાયો; અન્ય પેન્શનરની હયાતીની ખરાઈ કરી પેન્શન ચૂકવાયું મોરબીનાં ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ: શોધખોળ મોરબી નજીકથી બોલેરો ગાડીમાં કુરતાપૂર્વક બાંધીને 3 પાડીને લઈ જનારા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી-વાંકાનેર શહેરમાં જુગારની ત્રણ રેડ: 12,500 ના મુદામાલ સાથે ત્રણ પકડાયા વાંકાનેર નજીક છકડો રિક્ષામાંથી નીચે પડતાં માથામાં ઇજા પામેલ બાળકનું સારવારમાં મોત મોરબીની સેવાકીય સંસ્થાને અમદાવાદ ખાતે મહિલાઓના ઉત્કર્ષ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી
Breaking news
Morbi Today

થાનમાં મગફળીનો જથ્થો બળીને ખાખ થવાની ઘટનાથી નાફેડને કોઇ નુકસાન થશે નહીં: મોહનભાઇ કુંડારીયા


SHARE











સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવેલ મગફળીનો જથ્થો વેરહાઉસમાં રાખવામાં આવ્યો હતો તે ગોડાઉનમાં આગ લાગી હતી જેથી કરીને 25,600 ગુણી જેટલી મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે જોકે આ ઘટનાથી નાફેડને કોઇ નુકસાન થશે નહીં તેવું નાફેડના ડિરેક્ટર મોહનભાઈ કુંડારીયા જણાવ્યું છે જોકે આ ઘટનામાં સત્ય બહાર આવે તે માટે થઈને નાફેડ તથા સીડબ્લ્યુસી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર અને એસપીને પત્ર લખવામાં આવ્યો છે

છેલ્લા ઘણા વર્ષોથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી અને ત્યારબાદ મગફળી જે ગોડાઉનમાં રાખવામાં આવી હોય ત્યાં આગ અકસ્માતની ઘટનાઓ બને તેવી અનેક ઘટનાઓ બની છે અને ગઈકાલે જ સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે જે વેરહાઉસની અંદર સીડબ્લ્યુસી દ્વારા મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો તેમાં આગ લાગી હતી અને આગ લાગવાના લીધે 25,600 ગુણી મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે આ બાબતે મોરબીમાં રહેતા નાફેડના ડિરેક્ટર મોહનભાઈ કુંડારીયા સાથે વાત કરતા તમને જણાવ્યું હતું કે ગઈકાલે થાનમાં વેરહાઉસ ની અંદર આગ લાગવાની ઘટના બનેલ છે જેમાં 25,600 ગુણી મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે જોકે આ મગફળી બળી જવાના કારણે નાફેડને કોઈ નુકસાન થશે નહીં કારણકે 100 ટકા વીમો લેવામાં આવ્યો છે જોકે આગ લાગવાની આ ઘટનામાં સત્ય બહાર આવે અને દોષિતોની સામે પગલાં લેવાય તે માટે તેને નાફેડ અને સીડબ્લ્યુસી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર અને એસપીને પત્ર લખવામાં આવ્યો છે








Latest News