મોરબીમાં સાત પોલીસકર્મીઓની અરસપરસ બદલી
SHARE
મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા દ્વારા જીલ્લાના વિવધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની બદલી કરેલ છે.જેમાં મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરજ બજાવતા કિરીટભાઈ ધનશ્યામભાઈ જાદવને હાલ હળવદ પોલીસ મથક ખાતે, પોલીસ હેડ કવાર્ટર (નેત્રમ ઇન્ચાર્જ) રવિરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને હળવદ પોલીસ મથક ખાતે, મોરબી તાલુકા પોલીસમાં ફરજ બજાવતા નેહલબેન જીવનસંગ ખડિયાને પોલીસ હેડ કવાર્ટર (નેત્રમ ઇન્ચાર્જ) ખાતે, પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા જયદેવસિંહ ખોડુભા ઝાલાને મોરબી તાલુકા પોલીસ મથક ખાતે, ટંકારા પોલીસમાં ફરજ બજાવતા વિજયભાઈ પરબતભાઈ ચાવડાને મોરબી બી ડીવીઝન ખાતે, વાંકાનેર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા ધ્રુવરાજસિંહ રધુવીરસિંહ ઝાલાને મોરબી એ ડીવીઝન ખાતે અને મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા બીપીનભાઈ અમરશીભાઈ શેરસીયાને ટંકારા ખાતે મુકવામાં આવ્યા છે.તેમજ મોરબી બી ડીવીઝન પોલીસ મથકના પ્રફુલભાઈ જેઠાભાઈ પરમારની વાંકાનેર પોલીસ મથક ખાતે બદલીનો હુકમ કરાયો હતો જોકે તે બદલી હુકમને હાલમાં રદ કરીને તેમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથક ખાતે જ યથાવત રાખવા હુકમ કરાયો છે.