મોરબીના રવાપર ગામેથી સગીરાનું અપહરણ કરનારની ધરપકડ
SHARE
મોરબીના રવાપર ગામેથી સગીરાનું અપહરણ કરનારની ધરપકડ
મોરબી નજીકના રવાપર ગામેથી સગીર વયની દિકરીનું અપહરણ કરવામાં આવ્યું હતુ જેથી ભોગ બનનાર સગીરાના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ, દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ એક શખ્સની ધરપકડ કરીને આગળની તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના રવાપર વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું મૂળ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામનો રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ગામે બોનીપાર્ક વિસ્તારમાં આવેલા આંગન પેલેસમાં રહેતો જયદીપ ઉર્ફે જય સુરેશભાઈ બારૈયા પટેલ (૨૩) નામનો શખ્સ અપહરણ કરી ગયો હોય ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પીઆઇ જે.એમ.આલે અપહરણ, દુષ્કર્મ, પોકસો સહીતની કલમ હેઠળ ગુનો નોંધીને ગણતરીના દિવસોમાં જ અપહરણના આરોપી જયદીપ ઉર્ફે જય સુરેશભાઈ બારૈયા પટેલ (૨૩) ને પકડી પાડેલ છે તેમજ સગીરાને મુકત કરાવી હતી.