મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી ગામેથી થયેલ સગીરા અપહરણમાં આરોપીની ધરપકડ, ખોટી ઓળખ આપી હતી..!


SHARE









મોરબીના વાવડી ગામેથી થયેલ સગીરા અપહરણમાં આરોપીની ધરપકડ, ખોટી ઓળખ આપી હતી..!


મોરબી તાલુકાના નાની વાવડી ગામમાં રહેતા એક પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતુ જેથી ભોગ બનનાર સગીરાના પરીવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને સગીરાને શોધી કાઢેલ છે.

જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતા પરિવારની સગીર વયની દિકરીનું અપહરણ કરવામાં આવ્યુ હતુ જેથી કરીને ભોગ બનનાર સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે તેઓ જ્યારે ખેતરે કામે ગયા હતા ત્યારે તેઓની બે દીકરીઓ અને પુત્ર ઘરે એકલા હતા અને મોટી દીકરી બહાર વસ્તુ લેવા ગયેલ હોય ઘરે રહેલ સગીર વયની નાની દીકરીનું લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરવામાં આવ્યુ હતુ જેતે સમયે ફરીયાદમાં અજય અશ્વિન સોલંકી રહે.મોરબી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે કવાયત શરૂ કરી હતી.

જોકે પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે, અગાઉ જ્યારે સગીરાના મોબાઈલમાંથી ઉપરોક્ત નામના ઇસમનો નંબર મળ્યો હતો ત્યારે સગીરાના પિતાએ તે નામ ધારણ કરના ઇસમના પિતાને બોલાવીને યુવકને સમજવા માટે કહ્યુ હતું. ત્યારે તેઓએ તેનું નામ અજય અશ્વિન સોલંકી જણાવેલ હોય જેતે સમયે તે નામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જોકે પોલીસ તપાસમાં તે શખ્સનું સાચુ નામ સંજય ઉર્ફે શિવમ દેવજી પરમાર (૨૧) રહે.કલ્યાણપર ગામ સહકારી મંડળીની પાછળ તાલુકો ટંકારા જીલ્લો મોરબીની ઉપરોકત અપહરણ, દુષ્કર્મ અને પોકસો સહિતની કલમ હેઠળ ધરપકડ કરવામાં આવેલ છે.




Latest News