મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેર: બોલાચાલી બાદ માર મારતા પત્ની રિસાઈને સૂઈ જતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE







વાંકાનેર: બોલાચાલી બાદ માર મારતા પત્ની રિસાઈને સૂઈ જતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા શ્રમિક યુવાનને તેના પત્ની સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી અને તે યુવાને તેની પત્નીને મારમાર્યો હતો જેથી યુવાનની પત્ની રિસાઈને સૂઈ જતા યુવાને મનોમન લાગી આવ્યું હતું અને તેને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં આવેલ શીવાય ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા રોશનભાઈ વસંતભાઈ ધુર્વ (23) નામના યુવાને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવની દર્શનભાઈ નીતિનભાઈ ઘેટીયા (24) રહે. ચિત્રકૂટ સોસાયટી શેરી નં-2 મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને તેના પત્ની શીતલબેન સાથે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને મૃતક યુવાને તેની પત્નીને માર માર્યો હતો જેથી તેની પત્ની રિસાઈને સૂઈ જતા યુવાનને મનોમન લાગી આવ્યું હતું અને તેને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News