મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ
માળીયા (મી)માં નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા સીએમને રજૂઆત
SHARE






માળીયા (મી)માં નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા સીએમને રજૂઆત
માળીયા શહેરમાં પાલિકાની જગ્યા ઉપર બનાવવામાં આવેલ ગેરકાયદે દુકાનોને તંત્ર દ્વારા ડીમોલેશન કરીને તોડી પાડવામાં આવેલ છે અને એક કે બે નહીં પરંતુ કાચી પાકી 44 દુકાનોને તોડી નાખવામાં આવેલ છે જેથી આ દુકાન આધારે ગુજરાન ચલાવતા પરિવારોની રોજગારી છીનવાઇ જતાં તે નાના ધંધાર્થીઓ માટે વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી યુવા કોંગ્રેસના મંત્રીએ સીએમને લેખિતમાં રજૂઆત કરેલ છે
મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના મંત્રી ઇકબાલભાઈ સુભાનભાઈ સંધવાણીએ હાલમાં સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, તા 13 માર્ચના રોજ માળિયા મિયાણા નગરપાલિકા વિસ્તાર વાગડીયા ગેટ પાસે સરકારી જમીન પર અંદાજીત ૪૪ જેટલી દુકાનનું ડિમોલેશન કરીને તેને તોડી પાડવામાં આવેલ છે અને દબાણ દુર કરાયા છે પરંતુ જે દબાણ કરનાર હતા તેમનુ ગુજરાન તે દુકાનના વ્યવસાય પર ચાલતુ હતું અને દબાણ દુર કરવાના લીધે તેની રોજી રોટી છીનવાઇ ગયેલ છે જેથી પોતાનુ ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની ગયેલ છે ત્યારે જે નાના ધંધાર્થીઓની દુકાનો તોડવામાં આવેલ છે તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામા આવે અને પાલિકા દ્રારા દુકાનો બનાવીને ભાડેથી આપવામા આવે અથવા તો વ્યવસાયીક હેતુ માટે જમીન ભાડેથી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.


