વાંકાનેર: બોલાચાલી બાદ માર મારતા પત્ની રિસાઈને સૂઈ જતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું
મોરબીના બરવાળા ગામે વાડીએ હલરમાં આવી જવાથી ઇજા પામેલા યુવાનનું મોત
SHARE






મોરબીના બરવાળા ગામે વાડીએ હલરમાં આવી જવાથી ઇજા પામેલા યુવાનનું મોત
મોરબી તાલુકાના બરવાળા ગામની સીમમાં આવેલ વાડીએ હલરથી કામ કરી રહ્યા હતા દરમિયાન શ્રમિક યુવાન હલરમાં આવી જતા તેને શરીરને ગંભીર ઇજા થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને તે યુવાનને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના બરવાળા ગામની સીમમાં કાનજીભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ ગુમાનભાઈ ભુરેયા (20) નામનો યુવાન વાડીએ હતો અને ત્યારે ગઈકાલે સાંજના સમયે વાડીમાં હલરથી કામ કરતા હતા દરમિયાન કોઈ કારણોસર તે યુવાન હલરમાં આવી ગયો હતો જેથી તે યુવાનને ગંભીર ઇજાઓ થઇ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ અકસ્માત મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ જે.આર.ગોગરા ચલાવી રહ્યા છે


