મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ નજીક કોમ્પલેક્ષની છત ઉપરથી દારૂની 192 બોટલ રેઢી મળી !: બુટલેગરની શોધખોળ


SHARE

















ટંકારાના લજાઈ નજીક કોમ્પલેક્ષની છત ઉપરથી દારૂની 192 બોટલ રેઢી મળી !: બુટલેગરની શોધખોળ

ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે ભરડીયા રોડ ઉપર આવેલ કોમ્પલેક્ષની છત ઉપર દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે કોમ્પ્લેક્સની છત ઉપરથી દારૂની નાની-મોટી કુલ મળીને 192 બોટલો મળી આવતા પોલીસે 78,660 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે લજાઈ પાસે આવેલ ભરડીયા રોડ ઉપર સાર્થક પોલીપ્લાસ્ટ કારખાનાની બાજુમાં આવેલ પાંચ દુકાનવાળા કોમ્પ્લેક્સની અગાસી ઉપર દારૂનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવી રહ્યું છે તેવી હકીકત પોલીસને મળી હતી જેથી ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી કુલ મળીને 192 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 78,660 ની કિંમતનો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચંદ્રસિંહ ઉર્ફે કાળુભા સરદારસિંહ ઝાલા રહે. લજાઈ તાલુકો ટંકારા વાળાની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે આ અંગેની આગળની વધુ તપાસ જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે.




Latest News