મોરબીના બરવાળા ગામે વાડીએ હલરમાં આવી જવાથી ઇજા પામેલા યુવાનનું મોત
મોરબી-માળીયા તાલુકામાં દારૂની બે રેડ: 17 બોટલ દારૂ સહિત કુલ 6.61 લાખનો મુદામાલ કબજે
SHARE






મોરબી-માળીયા તાલુકામાં દારૂની બે રેડ: 17 બોટલ દારૂ સહિત કુલ 6.61 લાખનો મુદામાલ કબજે
મોરબીના રંગપર ગામ પાસેથી 5 બોટલ દારૂ ભરેલી ગાડી સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે જ્યારે માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસેથી 12 બોટલ દારૂ ભરેલ રિક્ષા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દારૂના જુદા જુદા ગુના નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં તથાસ્તુ સિરામિકની સામેથી બ્રેઝા ગાડી નંબર જીજે 36 એજે 7671 પસાર થઈ રહી હતી જે ગાડીને રોકીને સ્થાનિક પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે ગાડીમાંથી દારૂની 5 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 3,430 ની કિંમતની દારૂની બોટલ તથા 5 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 5,03,430 ની કિંમતના મુદ્દામાલ સાથે ગોવિંદભાઈ ઉર્ફે રાજુભાઈ ગોરધનભાઈ જીતિયા (30) રહે. ઇન્દિરાનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલ તેની પાસે ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે આવી જ રીતે માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી પસાર થઈ રહેલ સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 8987 ને રોકીને માળીયા પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે રિક્ષામાંથી દારૂની 12 બોટલ મળી આવતા પોલીસે 8,232 ની કિંમતનો દારૂનો જથ્થો તથા દોઢ લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને 1,58,232 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રોહિતભાઈ ગૌતમભાઈ વાણીયા (21) રહે. પીપળી તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


