મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે એક્સ આર્મીમેન-આરએસએસના કાર્યકર્તાઓના હસ્તે ધ્વજવંદન ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચારનારા બાપને જેલ હવાલે મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદે સચિનભાઈ વોરાની વરણી મોરબી નજીક જુદીજુદી બે જગ્યાએ વાહનોમાંથી 970 લિટર ડીઝલની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ મોરબી એબીવીપી દ્વારા 26 મી જાન્યુઆરી નિમિતે ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરાયું વાંકાનેરના વરડુસર ગામે આવેલ શાળામાં 26 મી જાન્યુ.એ 51 દીકરીઓએ કર્યું વૃક્ષા રોપણ મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો: વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા પધારો મારા આંગણે રંગારંગ કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા પધારો મારા આંગણે રંગારંગ કાર્યક્રમ યોજાયો

તાજેતરમાં મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા રંગીન કાર્યક્રમ પધારો મારા આંગણેનું આયોજન કરવામાં આવ્યું હતું  ત્યારે કૃષ્ણ-રાધાની છબી, ફૂલની હોળી અને નૃત્યએ ઢળતી સંધ્યામાં અનેરા રંગો પૂર્યા હતા. વિવિધતામાં એકતાનો આ કાર્યક્રમ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો. લોકોએ તાળીઓના ગલગળાટ કાર્યક્રમને વધાવી લીધો હતો. અને દેશની અલગ અલગ પ્રદેશની સંસ્કૃતિના દર્શન પણ એક મંચ પર થયા હતા. કાર્યક્રમમાં વિવિધ પ્રકારની રમતો, રેમ્પ વોક અને અન્ય આકર્ષક પ્રવૃત્તિઓએ સૌને આકર્ષ્યા હતા.  મુસ્કાનના વેલ્ફેર સોસાયટીના તમામ સભ્યોએ રેમ્પ પર પોતાનો આગવી પ્રતિભા સાથે અનેરા કામણ પાથાર્યા હતા. તો વિવિધ પ્રદેશોના નૃત્યોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અને આ તકે 40 થી વધુ ઈનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર મનોરંજનનો કાર્યક્રમ ન હતો, પરંતુ તે સામાજિક એકતા અને સમરસતાનું પ્રતિક પણ હતો. સંસ્થા દ્વારા ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન ચાલુ રાખવાની જાહેરાત કરાઈ છે, સાથો સાથ મોરબી પંથકની મહિલાઓ પણ વધુ ને વધુ સંખ્યામાં જોડાઈ તેવો અનુરોધ સંસ્થાએ કર્યો છે.






Latest News