મોરબીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આગમન પૂર્વેના આયોજન માટે ધારાસભ્યોની હાજરીમાં જિલ્લા ભાજપની બેઠક યોજાઇ
SHARE








મોરબીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આગમન પૂર્વેના આયોજન માટે ધારાસભ્યોની હાજરીમાં જિલ્લા ભાજપની બેઠક યોજાઇ
મોરબી જિલ્લા ભાજપ દ્વારા આગામી તા 26/3 ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી આવી રહ્યા છે ત્યારે તેમના આગમન આયોજન માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હરભોલે હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રીની હાજરીમાં યોજાનાર કાર્યક્રમ સુદ્રઢ બને તે અંગે વિસ્તારથી ચર્ચા કરી હતી અને આગેવાનોને જવાબદારીઓ સોંપવમાં આવી હતી. આ બેઠકમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, ગુજરાત સરકારના માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા યુવાન ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતિયા, મોરબી જિલ્લા મહિલા ભાજપના પ્રમુખ ભાવનાબેન કૈલા, પ્રદીપભાઈ વાળા, અરવિંદભાઇ વસાદડીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશીપભાઈ કૈલા સહિતના જિલ્લાના આગેવાનો, મંડળના પ્રમુખ અને મહામંત્રી તેમજ તાલુકા પંચાયત, અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રમુખ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં .

