ટંકારામાં ચાલી રહેલ નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ વર્ગમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
SHARE







ટંકારામાં ચાલી રહેલ નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ વર્ગમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
ગુજરાત રાજ્ય યોગ દ્વારા ચાલતા નિશુલ્ક યોગ ટ્રેનર વર્ગમાં ગઇકાલે સવારે 6.30 થી 8:00 કલાકે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગ કોચ કંચનબેન સારેસા તથા ડિમ્પલબેન સારેસાની દેખરેખ હેઠળ યોગ ટ્રેનર ફિરોઝખાન પઠાણ જેઓ ટંકારા તાલુકાના એ.એસ.આઈ. તરીકે ફરજ નિભાવે છે તેમના દીકરા ડો. અલમાઝખાન પઠાણ તથા યોગ ટ્રેનર કિરણબેન અઘરા જેઓ લેબ ટેક્નિશિયન છે તેઓ દ્વારા ગઇકાલે 40 જેટલા લોકોનું ક્લાસમાં બીપી, સુગર, વજન ચકાસવામાં આવ્યું હતું અને વજન ઘટાડવા તથા વધારવા માટે સાધકોને માહિતી પૂરી પાડવામાં આવેલ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ટંકારાના ટ્રેનેરો તથા તેમના સાધકએ કેમ્પનો લાભ લીધેલ હતો. અને ભવિષ્યમાં છેવાડાના નાના વિસ્તારમાં યોગ સાથે નિશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ કરવાનું આયોજન હોવાની માહિતી આયોજકોએ આપેલ હતી.

