મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારાના અમરાપર રોડે ટ્રેક્ટર રોડ સાઈડમાં નીચે ઉતારી જતાં કૂદકો મારનાર યુવાનનું માથું ટ્રૉલીના વ્હીલ હેઠળ કચડાઈ જતાં મોત


SHARE













ટંકારાના અમરાપર રોડે ટ્રેક્ટર રોડ સાઈડમાં નીચે ઉતારી જતાં કૂદકો મારનાર યુવાનનું માથું ટ્રૉલીના વ્હીલ હેઠળ કચડાઈ જતાં મોત

ટંકારાના અમરાપર રોડ ઉપર ગંગા ગીર ગૌશાળા પાસેથી ટ્રેક્ટર લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે રોડ સાઈડમાં ટ્રેક્ટર નીચે ઉતરી ગયું હતું જેથી યુવાને ચાલુ ટ્રેક્ટરમાંથી નીચે કૂદકો મારતા ટ્રેક્ટરની ટ્રોલીનું વહીલ તેના માથા ઉપરથી ફરી ગયું હતું જેથી માથામાં ગંભીર ઇજા થઈ હતી અને શરીરે પણ ઇજા થયેલ હોવાથી તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના અમરાપર રોડ ઉપર રાજેશભાઈ રણછોડભાઈ દુબરીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ભુરસીંહ રામસીંગ આદિવાસી (26)તેના મૃતક ભાઈ આલમસિંહ ભુરસિંહ અલાવા (24) સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ ગંગા ગીર ગૌશાળા સામેથી ફરિયાદીનો ભાઈ આલમસિંહ અલાવા ટ્રેક્ટર નંબર જીજે 36 એલ 4514 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રેક્ટર રોડ સાઈડમાં નીચે ઉતરી ગયું હતું જેથી ચાલુ ટ્રેક્ટરે યુવાને ટ્રેક્ટર ઉપરથી કૂદકો મારતા ટ્રેક્ટરની ટ્રોલીનું વ્હીલ તેના માથા ઉપર ફરી વળ્યું હતું જેથી તે યુવાનને ગંભીર ઇજા થઈ હતી અને ફરિયાદીને પછડાટ લાગતા તેની કમરના ભાગે પણ ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાહેરનામાનો ભંગ

ટંકારાના કલ્યાણપર રોડ ઉપર અશાબાપીરની દરગાહ પાછળ સોવારીયા પ્લોટમાં માલિકીના મકાન પરપ્રતિ વ્યક્તિઓને ભાડે આપેલ હતા અને તેની જાણ પોલીસને કરવામાં આવી ન હતી જેથી કરીને મકાન માલિક હાજીભાઈ આમદભાઈ માડકીયા (38) રહે. ટંકારા તથા બિલાલભાઈ ગફારભાઈ ભૂંગર (24) રહે સંધિવાસ ટંકારા વાળા સામે જાહેરનામા ભંગના જુદાજુદા બે ગુના નોંધવામાં આવેલ છે.






Latest News