મોરબી સેશન્સ કોર્ટે હળવદના ચકચારી પોકસો, અપહરણ, બળાત્કારના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખાલી પડેલ કવાર્ટર લાભાર્થીઓ ફાળવવા માટે કવાયત મોરબી મહાપાલિકાના અગ્નિશમન વિભાગના સ્ટાફે હોસ્પિટલ, શાળા અને હોટલના સ્ટાફને આપી તાલીમ વાંકાનેરના જોધાપર ગામે માલ ઢોર રોડ સાઇડમાં લેવા માટે યુવાને ટ્રેક્ટરનું હોર્ન વગાડતા ત્રણ શખ્સોએ કર્યો ધારિયા, લાકડી અને પાઇપ વડે હુમલો ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ રસ્તા માટેનો દાવો કોર્ટે નામંજૂર કર્યો ટંકારા તાલુકાનાં મિતાણા પાસેથી કારની ચોરી કરનાર રાજસ્થાની રીઢો ચોર પકડાયો: 6.35  લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાની કોલેજમાં પ્રવેશ લેતા પહેલા હેલ્પ સેન્ટર જી.જે.શેઠ કોમર્સ કોલેજનો સંપર્ક કરો મોરબી: બાગાયતના વિવિધ ઘટકમાં સહાય મેળવવા ૩૧ મે સુધી આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લુ મુકાયું
Breaking news
Morbi Today

અસામાજીક તત્વોમાં ફફડાટ: હળવદમાં ત્રણ સ્થળે ગેરકાયદે વીજ જોડાણ કાપીને 4.30 લાખનો દંડ, એક સ્થળે દેશી દારૂની વેચાણ ચાલુ હોવાનું ખૂલ્યું !


SHARE















અસામાજીક તત્વોમાં ફફડાટ: હળવદમાં ત્રણ સ્થળે ગેરકાયદે વીજ જોડાણ કાપીને 4.30 લાખનો દંડ, એક સ્થળે દેશી દારૂની વેચાણ ચાલુ હોવાનું ખૂલ્યું !

મોરબી જીલ્લામાં અસામાજીક તત્વો વિરુધ્ધ પોલીસ આકરી કાર્યવાહી કરી રહી છે અને ગેરકાયદે બાંધકામો તેમજ મિલકતોને તોડવામાં આવી રહી છે તેમજ ગેરકાયદે લીધેલા વીજ જોડાણ કટ કરીને વીજ કંપની દ્વારા લાખો રૂપિયાના દંડ કરવામાં આવી રહ્યા છે ત્યારે સતત બીજા દિવસે હળવદ વિસ્તારમાં પણ અસામાજીક તત્વો વિરુધ્ધ પોલીસે વીજ કંપનીના અધિકારીઓને સાથે રાખીને કાર્યવાહી કરી હતી અને ગેરકાયદે કનેક્શન કટ કરીને વીજ કંપની દ્વારા જુદાજુદા ત્રણ  વ્યક્તિને 4.30 લાખનો દંડ કરવામાં આવેલ છે

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સતત બીજા દિવસે અસામાજીક તત્વો વિરુધ્ધ પોલીસે કાર્યવાહી ચાલુ રાખી હતી અને તેઓના ઘરે તથા ધંધાના સ્થળ ઉપર તપાસ કરવામાં આવી હતી ત્યારે આરોપીના ઘરે ગેરકાયદે વિજ કનેકશન અને દેશી દારૂની પ્રવૃતિ જણાઇ આવેલ હોવાથી પોલીસે કાર્યવાહી કરી હતી જેની હળવદના પીઆઇ આર.ટી. વ્યાસ પાસેથી મળેલ માહિતિ મુજબ રમણીક ઉર્ફે બુધ્ધો અવચરભાઇ શીપરા રહે. સુંદરગઢ તાલુકો હળવદ વાળાએ ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાથી તે કટ કરવામાં આવ્યું છે અને આશરે 1.80 લાખ રૂપિયા જેવો દંડ વીજ કંપનીએ કરેલ છે., શક્તિસિંહ રાજુભાઇ ગોહિલ રહે. માથક તાલુકો હળવદ વાળાએ ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું સામે આવ્યું હતું જેથી તે કનેક્શન કટ કરીને 1.80 લાખનો વીજ કંપનીએ દંડ કર્યો છે., પિન્ટુ અશોકભાઇ બોરણીયા અને મયુર અશોકભાઇ બોરણીયા રહે. બંને માથક વાળાએ ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું સામે આવ્યું હતું જેથી વિજ વાયર કબ્જે કરીને તેને નોટીસ આપવાની કાર્યવાહી કરેલ હતી., મેહુલ રમણીકભાઇ ગોઠી રહે. કણબીપરા હળવદ વાળાએ ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું સામે આવ્યું હતું જેથી વિજ કંપનીને 70 હજાર રૂપિયાનો દંડ કરેલ છે. અને નવઘણભાઇ ગણેશભાઇ ઉડેચા રહે. રાણેકપર વાળાએ ગેરકાયદે બાંધકામ કરેલ જગ્યાએ ચેક કરતા દેશી દારૂ વેચાણ થતુ હોવાનું સામે આવ્યું હતું જેથી દેશી દારૂનો કેશ કર્યો હતો અને રાણેકપર ગ્રામ પંચાયત દ્રારા ડિમોલેશન કરવા માટેની નોટીસ આપવામાં આવેલ છે. આ કામગીરી એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ ડીવાયએસપી સમીર સારડાની સુચના મુજબ હળવદના પીઆઇ આર.ટી. વ્યાસ અને તેની ટીમે કરી હતી.






Latest News