હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના જિલ્લાના હળવદ-માળીયામાં જેના મકાન-દુકાનો તોડી તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ: કલેક્ટરને આવેદન પાઠવ્યું


SHARE









મોરબીના જિલ્લાના હળવદ-માળીયામાં જેના મકાન-દુકાનો તોડી તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ: કલેક્ટરને આવેદન પાઠવ્યું

મોરબી જીલ્લામાં હળવદ અને માળીયા શહેરમાં તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે જેના વિરોધમાં કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને જેના મકાન અને દુકાનો તોડવામાં આવેલ છે તેના રહેવા અને નાના વેપારીઓના ધંધા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લાના હળવદ અને માળીયા શહેર અને આજુબાજુના વિસ્તારમાં છેલ્લા દિવસોમાં તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે જેના વિરોધમાં અખિલ હિન્દ વિચરતી, અર્ધ વિચરતી અને વિમુક્ત જાતિ મહાસંઘ તથા સમસ્ત દેવીપૂજક સમાજ જીન વિસ્તાર હળવદ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને તેમાં જણાવ્યુ હતું કે, માળીયા (મી.) મેઇન રોડ પાસે ચીફ ઓફિસર અને મામલતદાર દ્વારા ગરીબ અને લઘુમતી સમુદાયના લોકોની કાચી પાકી 44 દુકાનો તોડી પાડવામાં આવી છે. જેમાં મોટે ભાગે છૂટક વેપારીઓ, શાકભાજી અને માછલી વેચનાર નાના લોકોનો સમાવેશ થાય છે જેથી કરીને તો વેપાર ધંધો કરી શકે તેના માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ કરી છે. તેમજ હળવદના જીન વિસ્તારમાં લોકોને સિટી સર્વે સુપ્રીટેન્ડ કચેરીના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી ત્યાં રહેતા લોકોની સહીઓ કરવી લઈને નોટિસ આપવ આપવામાં આવી હતી અને 20 માર્ચના રોજ તેઓનો વિસ્તાર ખાલી કરવા કહેવામા આવ્યું છે જેથી આ નાના લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવ્યા પહેલા બુલડોઝરનો ઉપયોગ ન કરવામાં આવે તેના માટેની રજૂઆત કરવામાં આવી હતી. તેમજ હળવદમાં થોડા સમય પહેલા જે ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી તે અસરગ્રસ્ત પરિવારોનું યોગ્ય પુનર્વસન કરવા તેમજ ગેરકાયદેસર વિનાશ માટે જવાબદાર અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે




Latest News