મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના નવાગામ-અદેપર વચ્ચે કારખાના પાસેથી માટીના ઢગલા નીચેથી જીવિત હાલતમાં બાળક મળી આવ્યું: મીઠું નાખીને દાટેલ હોવાથી અનેક તર્કવિતર્ક


SHARE







મોરબીના નવાગામ-અદેપર વચ્ચે કારખાના પાસેથી માટીના ઢગલા નીચેથી જીવિત હાલતમાં બાળક મળી આવ્યું: મીઠું નાખીને દાટેલ હોવાથી અનેક તર્કવિતર્ક

મોરબીના નવાગામથી અદેપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ કારખાના પાસે માટીના ઢગલા નીચેથી બાળકનો રડવાનો અવાજ આવેલ હતો જેથી ત્યાં માટી દૂર કરવામાં આવતા જીવિત હાલતમાં બાળક મળી આવેલ હતું જેથી કરીને તાત્કાલિક 108 ની ટીમને બોલાવીને તે બાળકને સારવાર માટે લઈ ગયા હતા. અને આ બાળક કોનું છે તે દિશામાં આગળની તપાસ કરવામાં આવી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવાગામ થી અદેપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ લક્ષદીપ પ્રિન્ટપેક નામના કારખાના પાસે રોડની બાજુમાં સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં માટીના ઢગલા નીચેથી બાળકનો રડવાનો અવાજ આવતો હતો જેથી ત્યાં ગયેલા વ્યક્તિએ બીજા લોકોને બોલાવીને માટી દૂર કરી હતી ત્યારે સ્થળ ઉપરથી માટીના ઢગલા નીચેથી જીવિત હાલતમાં એક બાળક મળી આવ્યું હતું. જેથી આ અંગેની 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તાત્કાલિક એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી હતી અને બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને જોકે, માસુમ બાળકને માટીના ઢગલા નીચે કોણે દાટ્યું હતું ?, સ્થળ ઉપર મીઠું નાખીને બાળકને કેમ દાટવામાં આવ્યું હતું ? વિગેરે જેવા અનેક સવાલો હાલમાં ઉઠી રહ્યા છે જેથી પોલીસે જુદીજુદી દિશામાં આગળની તપાસ હાથ ધરી છે. વધુમા મળી રહેલ માહિતી મુજબ બાળકને કપડામાં વિટીને માટીના ઢગલા નીચે દાટી દેવામાં આવ્યું હતું જો કે, તેના મોઢાના ભાગ ઉપર પણ કપડું હતું જેથી તેના મોઢામાં માટી ગયેલ નથી અને તે માટીની નીચે પણ શ્વાસ લઈ શકતું હતું જેથી તે જીવિત હાલતમાં મળી આવેલ છે. 






Latest News