મોરબીની લીલપર ચોકડી પાસેથી પસાર થતી ઇનોવા ગાડીમાં લાગી આગ ટંકારા બીઆરસી ભવન દ્વારા દિવ્યાંગ બાળકો માટે સોશ્યલ ઇન્ક્લુઝન કાર્યક્રમ યોજાયો મોરબી કોર્ટ ચેક રીટર્ન કેસમાં સાદી કેદની સજા તથા ડબલ રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ  મોરબીમાં આવેલા ગાર્ડનોને ડેવલપ કરવા માટેનું કામ જોરશોરથી શરૂ મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ મંજૂર માટે સામાન્ય સભામાં જે ઠરાવ કરાયો તેની આપે કોપી માંગી મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સાર–સકારાત્મકતા” કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લાના પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત કરાયું: ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના તબીબોને સ્વતંત્ર વ્યવસાય માટે આર્થિક સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીમાંથી પસાર થતી મચ્છુની કેનાલમાં ઓટો રિક્ષા ખાબકી: કોઈ જાનહાનિ નહીં


SHARE











મોરબીમાંથી પસાર થતી મચ્છુની કેનાલમાં ઓટો રિક્ષા ખાબકી: કોઈ જાનહાનિ નહીં

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ તરફ જવાના રસ્તા ઉપર પસાર થતી મચ્છુની કેનાલમાં કોઈ કારણોસર એક ઓટો રિક્ષા ખાબકી હતી અને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં રિક્ષામાં બેઠેલ વ્યક્તિને સામાન્ય ઇજા થઈ હતી જોકે કેનાલમાં પાણી બંધ હોવાના કારણે કોઈ જાનહાનિ થયેલ નથી.

મોરબી શહેરમાંથી મચ્છુની કેનાલ પસાર થાય છે જે મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવા માટે આશીર્વાદ સમાન કેનાલ છે આ કેનાલમાં હાલમાં પાણી બંધ હોવાના કારણે એક મોટી દુર્ઘટના થતા સહેજમાં અટકી છે વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ તરફ જવાના રસ્તા ઉપરથી મચ્છુની કેનાલ પસાર થાય છે તે કેનાલમાં આજે સવારે 10:00 વાગ્યાના અરસામાં એક રીક્ષા કેનાલમાં ખાબકી હતી જેથી રિક્ષામાં બેઠેલ વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી જોકે, અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી અને આસપાસના લોકોએ તાત્કાલિક ક્રેન બોલાવીને કેનાલમાં પડી ગયેલ ઓટો રીક્ષાને બહાર કાઢી હતી.






Latest News