મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રમિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ધનવંતરી આરોગ્ય રથને કલેક્ટરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું


SHARE









મોરબીમાં શ્રમિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ધનવંતરી આરોગ્ય રથને કલેક્ટરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

મોરબી જિલ્લાના બાંધકામ શ્રમયોગીઓના કલ્યાણ અને સ્વાસ્થ્ય રક્ષા માટે રાજ્ય સરકારના ‘ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ’ દ્વારા નવીન ‘ધનવંતરી આરોગ્ય રથ’ ફાળવવામાં આવ્યો છે. મોરબી જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના હસ્તે આ આરોગ્ય રથનું વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ રથના માધ્યમથી જિલ્લાના વિવિધ બાંધકામ સાઇટ પર કાર્યરત શ્રમિકોને નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ અને દવાઓનો લાભ પૂરો પાડવામાં આવશે. શ્રમિકો એ રાષ્ટ્રના નિર્માણના પાયામાં છે ત્યારે તેમના સ્વાસ્થ્યને  પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં આ નવા ધનવંતરી રથ દ્વારા શ્રમિકોના કામના સ્થળે જઈને આરોગ્યની તપાસ કરવામાં આવશે, જેથી તેમના સમય અને નાણાંની બચત થશે. આ નવીન સુવિધા શરૂ થવાથી મોરબી જિલ્લાના હજારો બાંધકામ શ્રમિકોને આરોગ્યપ્રદ જીવનશૈલી પ્રાપ્ત કરવામાં મોટી મદદ મળશે. આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.વી. શ્રીવાસ્ત, મોરબી જિલ્લા નિરીક્ષક મિતેશ જોષી, જિલ્લા પ્રોજેક્ટ મેનેજર હરેશભાઇ પરમાર, ધનવંતરી રથના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર જગદીશભાઈ તેમજ રથનો તબીબી સ્ટાફ અને બાંધકામ બોર્ડના જિલ્લા કચેરીના કર્મચારીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.




Latest News