મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં આર્યગ્રામ સોસાયટીમાંથી રસ્તો નીકળતો હોવા છતાં સનાતન ગ્રામ સોસાયટીના લોકોને જવા દેવાની ના કહેતા બખેડો


SHARE









મોરબીમાં આર્યગ્રામ સોસાયટીમાંથી રસ્તો નીકળતો હોવા છતાં સનાતન ગ્રામ સોસાયટીના લોકોને જવા દેવાની ના કહેતા બખેડો

મોરબીના સનાળા ઘુનડા રોડ ઉપર આવેલ આર્યગ્રામ સોસાયટીમાંથી સનાતન ગ્રામ સોસાયટીમાં જવાનો રસ્તો પસાર થાય છે અને તે રસ્તા ઉપરથી ચાલવા દેવા બાબતે આર્ય ગ્રામ સોસાયટીમાં રહેતા મહિલાઓ સહિતના લોકોએ આધેડને ના પાડી હતી અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છુટા પથ્થરના ઘા કરીને ઇજા કરી હતી જેથી ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર સોસાયટીમાં રહેતા મુકેશભાઈ ગોવિંદભાઈ પારેજીયા (53)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચિરાગભાઈ ધરમશીભાઈ વરસોલા, ડો. જયસુખભાઈ કાનજીભાઈ પનારા, કોમલબેન જયસુખભાઈ પનારા, અલ્પાબેન ચિરાગભાઈ વરસોલા તથા રાકેશભાઈ કાંતિભાઈ મેરજા રહે. બધા આર્યગ્રામ સોસાયટી સનાળા ઘુનડા રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે આરોપીઓની આર્યગ્રામ સોસાયટીમાંથી ફરિયાદી તથા સાહેદની સનાતન ગ્રામ સોસાયટીનો રસ્તો જાય છે જે રસ્તા ઉપર  ચાલવા દેવા માટે ના પાડી હતી અને બધાએ જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ચિરાગભાઈએ ફરિયાદીને જાનથી મારી નખવાની ધમકી આપી હતી અને ફરિયાદીને પથ્થરના છુટા ઘા કરી ડાબા હાથમાં ઇજા કરી હતી જેથી આધેડે સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News