વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં બુધવારે વિકાસકામોના લોકાર્પણ-ખાતમહુર્ત કરાશે


SHARE







મોરબીના રવાપર ગામે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં બુધવારે વિકાસકામોના લોકાર્પણ-ખાતમહુર્ત કરાશે

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમહુર્ત માટેનો કાર્યક્રમ યોજવાનો છે અને આ કાર્યક્રમ તા. 26 ને બુધવારે બપોરના 2 વાગ્યે યોજાશે જેમાં મોરબી શહેર અને જિલ્લામાંથી લોકોની મોટી જનમેદની હાજર રહે તેના માટે થઈને ભાજપની જુદી જુદી ટીમો તથા તંત્ર કામે લાગી ગયું છે.

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે તા 26 ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી શહેર અને જિલ્લામાં કુલ મળીને અંદાજે 1000 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત કરવામાં આવનાર છે આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ભાજપના સંગઠન દ્વારા ધારાસભ્યોની હાજરીમાં જુદા જુદા મંડલોની બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેની સાથો સાથ વહીવટી તંત્ર દ્વારા પણ આ કાર્યક્રમને લઈને તૈયારીઓ કરવામાં આવેલ છે. વધુમાં આયોજકો પાસેથી મળતી માહિતી મુજબ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે તા. 26 ના રોજ બપોરે 2:00 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવવાના છે. જોકે એક બાજુ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તેવા સમયે બપોરે મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજવાનો છે જેથી કાર્યક્રમમાં જનમેદની એકત્રીત કરવા માટે થઈને ભાજપની જુદી જુદી ટીમો કામે લાગી છે અને તો બીજી બાજુ કાર્યકર સારી રીતે સંપન્ન થાય તેના માટે થઈને કલેકટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.




Latest News