મોરબીની શ્રી પોલીસ લાઇન કુમાર શાળાના બાળકોએ જુનીયર ટાઇટન ઇવેન્ટની મોજ માણી મોરબીના સોખડા ગામ પાસે કારખાનાની દિવાલ ઉપરથી નીચે પડતા યુવાનનું મોત હળવદના કવાડિયા ગામે પત્ની સાથે ઝઘડો થતાં યુવાને જીવન ટૂંકાવ્યું મોરબીમાં ઘરની અગાસી ઉપર ચક્કર આવતા નીચે પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત મોરબી નજીક ટ્રક ડમ્પરના ચાલકે હડફેટે લેતા જમવા માટે રોડ ક્રોસ કરી રહેલા આધેડનું મોત મોરબીમાં ગેરકાયદે બાંધકામ ચાલુ હોય ત્રણ એપાર્ટમેન્ટ સીલ કરતી મહાપાલિકા હળવદમાં ઘરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 2200 લીટર આથો, 350 લીટર દારૂ અને 25 બિયરના ટીન સાથે એક ઝડપાયો, દંપતીની શોધખોળ મોરબીના રામગઢ(કોયલી) ગામેથી સગીરાનું અપહરણ કરનાર પકડાયો, જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં યુથ પાર્લામેન્ટ અંતર્ગત ૨૬ માર્ચે વકતૃત્વ સ્પર્ધા યોજાશે


SHARE











મોરબીમાં યુથ પાર્લામેન્ટ અંતર્ગત ૨૬ માર્ચે વકતૃત્વ સ્પર્ધા યોજાશે

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી દ્વારા સંચાલિત તા.૨૬ ના રોજ યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવનાર છે. યુથ પાર્લામેન્ટઅંતર્ગત ૧૫ થી ૨૯ વર્ષની વયજુથ ધરાવતાં મોરબી જિલ્લાના રસ ધરવતાં યુવક યુવતીઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

જેમાં ભારતીય બંધારણના ૭૫ ગૌરવ શાળી વર્ષ, વિકસીત ભારત @૨૦૪૭, “વન નેશન વન ઇલેક્શન, વિકસીત ભારત માટે મોકળો માર્ગ  આ વિષય પર ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં પાંચ મિનિટની સમય મર્યાદામાં પોતાનું વકતવ્ય આપવાનું રહેશે. આ સ્પર્ધા માટે તા.૨૬ ના રોજ સાર્થક વિદ્યામંદિર, મોરબી ખાતે સવારે ૧૧.૦૦ કલાકે ભાગ લેવા હાજર રહેવાનું રહેશ. રજિસ્ટ્રેશન માટે સ્પર્ધા સ્થળ ખાતે સવારે ૧૧:૦૦ થી ૧૧:૩૦ સુધીનો રહેશે. અને રજિસ્ટ્રેશન સ્થળ પર આધાર કાર્ડ તથા બેંક પાસ બુક/ ચેકની નકલ અચૂક જમા કરાવવાની રહેશે. તેમજ સ્પર્ધામાં વિજેતા ક્ર્માંક પ્રથમ, દ્રિતિય, તૃતીય તથા સાત આશ્વાસન પુરસ્કાર આપવવામાં આવશે. તેવુ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News