ટંકારા નજીક ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા દાઝી ગયેલી મહિલાનું મોત મોરબીની શ્રી પોલીસ લાઇન કુમાર શાળાના બાળકોએ જુનીયર ટાઇટન ઇવેન્ટની મોજ માણી મોરબીના સોખડા ગામ પાસે કારખાનાની દિવાલ ઉપરથી નીચે પડતા યુવાનનું મોત હળવદના કવાડિયા ગામે પત્ની સાથે ઝઘડો થતાં યુવાને જીવન ટૂંકાવ્યું મોરબીમાં ઘરની અગાસી ઉપર ચક્કર આવતા નીચે પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત મોરબી નજીક ટ્રક ડમ્પરના ચાલકે હડફેટે લેતા જમવા માટે રોડ ક્રોસ કરી રહેલા આધેડનું મોત મોરબીમાં ગેરકાયદે બાંધકામ ચાલુ હોય ત્રણ એપાર્ટમેન્ટ સીલ કરતી મહાપાલિકા હળવદમાં ઘરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 2200 લીટર આથો, 350 લીટર દારૂ અને 25 બિયરના ટીન સાથે એક ઝડપાયો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં કલેક્ટરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નીગ બોડીની બેઠક યોજાઈ


SHARE











મોરબીમાં કલેક્ટરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નીગ બોડીની બેઠક યોજાઈ

આયુષ મંત્રાલય- ભારત સરકાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામકશ્રી આયુષની કચેરી- ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક તાજેતરમાં કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.

આ બેઠકમાં મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારીએ જિલ્લા પંચાયતની મોરબી આયુર્વેદ શાખા હેઠળ આવતા આયુર્વેદ, હોમિયોપેથી દવાખાનાઓ તથા મેડીકલ ઓફિસર દ્વારા કરવામા આવતી વિવિધ પ્રવૃતિઓ વિશે માહિતી આપી હતી. મોરબી જિલ્લામાં હાલ ૧૧ આયુર્વેદ દવાખાના અને ૬ હોમીયોપેથી દવાખાનાઓ કાર્યરત છે. આ બેઠકમાં કલેકટરએ આયુષનો વ્યાપ-વિસ્તાર વધારવા વિસ્તૃત માહિતી તથા સૂચના આપી હતી. આ પ્રસંગે આયુર્વેદ વિભાગ દ્વારા તૈયાર કરેલ આયુષ કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું તથા નેશનલ આયુષ મિશન દ્રારા ચાલતી વિવિધ પ્રવ્રુતિ તથા ખર્ચ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.સી.ભટ્ટ, જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય પ્રવિણ વડાવિયા તથા જિલ્લાના અન્ય અધિકારીઓ તથા મેડીકલ ઓફીસરઓ હાજર રહ્યા હતા.






Latest News